New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault6.jpg)
ભરૂ઼ચ
શહેરના બજારોમાં દીવાળીની નીકળેલી ઘરાકી વચ્ચે સોશિયલ મીડીયામાં એક વિડીયો વાઇરલ
થઇ રહયો છે. જેમાં ફુટવેરની દુકાનમાં ખરીદી કરવા આવેલી મહિલાઓ વેપારીની નજર ચુકવી
બુટ અને ચંપલની ઉઠાંતરી કરી ફરાર થઇ જાય છે.
દિવાળીના
તહેવારોની શરૂ થયેલી શૃખંલા વચ્ચે બજારોમાં લોકો ખરીદી માટે ઉમટી રહયાં છે. ભરૂચ
શહેરની મોટાભાગની દુકાનોમાં ગ્રાહકોનો જમાવડો જોવા મળી રહયો છે. બજારોમાં નીકળેલી
ઘરાકી વચ્ચે તસ્કર ટોળકીઓ પણ સક્રિય બની હોવાનો એક વીડીયો વાઇરલ થઇ રહયો છે. જેમાં
ફૂટવેરની દુકાનમાં ખરીદી માટે આવેલી મહિલાઓ વેપારીની નજર ચુકવી મહિલાઓ બુટ અને
ચંપલની ઉઠાંતરી કરી ફરાર થઇ જતી જોવા મળી રહી છે.