New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/a0726456-f230-46a2-a6ff-9f125481cb9f.jpg)
ભરૂચ નર્મદા ચોકડી ને.હા.નં 8 પર એક કારમાં અચાનક આગ લાગતા કાર બળીને ખાખ થઇ ગઈ હતી.
સુરત થી વડોદરા તરફ જતી ટાટા ઇન્ડિકા ડીઝલ કાર ભરૂચ ની નર્મદા ચોકડી ને.હા.નં 8 પર અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી.કારના ચાલકે કારમાંથી ધુમાડા નીકળતા જોયા હતા અને તેઓ સમય સુચકતા વાપરીને કારની બહાર નીકળી ગયા હતા,તેથી જાનહાની ટળી હતી.
ઘટના અંગે ની જાણ ભરૂચ ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા લાશ્કરો લાયબંબા સાથે દોડી આવીને આગ ની જવાળા માં લપેટાયેલી કાર પર પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી.જોકે તેમ છતાં આગ માં બળીને કાર હાડપિંજર સમાન બની ગઈ હતી