ભરૂચ નાં બંને બ્રીજ પર ચિક્કાર ચક્કાજામ

New Update
ભરૂચ નાં બંને બ્રીજ પર ચિક્કાર ચક્કાજામ

ને.હા.નં 8 ઉપર અંદાજીત 15 કિ.મી જયારે જુના ને.હા.નં 8 પર 8 કિ.મી લાંબી વાહનો ની લાઈન લાગી

ભરૂચ નર્મદા નદી પર ના બે ઐતિહાસિક બ્રીજ ગોલ્ડન તેમજ સરદાર બ્રીજ ટ્રાફિક સમસ્યાના કારણે હરહંમેશ ચર્ચા માં રહે છે.અવાર નવાર સર્જાતી ટ્રાફિક સમસ્યા ક્યારેક ખુબજ વિકટ બની જાય છે.અને સુરત થી ભરૂચ તરફ નો હાઈવે ઉપર જ ટ્રાફિક સર્જાતો રહે છે.

3

તારીખ 6 જુન ની રાત્રિ થી રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 8 ઉપર ટ્રાફિક જામ હતો,પરંતુ આ ટ્રાફિક હળવો ન થતા બીજા દિવસે એટલે કે તારીખ 7મી ના રોજ સરદાર બ્રીજ થી લઈને અંકલેશ્વર નાં અંસાર માર્કેટ સુધી અંદાજીત 15 કિ.મી કરતા પણ વધુ લાંબી વાહનો ની કતારો લાગી ગઈ હતી.અને મુંબઈ,વાપી,વલસાડ,સુરત તરફ થી ભરૂચ,વડોદરા તરફ જતા વાહન ચાલકો ટ્રાફિક માં ફસાયા હતા.રોડ નું સમારકામ ચાલતું હોવાથી ટ્રાફિક જામ થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.જેના કારણે સેંકડો વાહન નાં ચાલકો કલાકો સુધી ચક્કાજામ માં ફસાતા ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

2

જયારે બીજી તરફ સરદાર બ્રીજ ના ટ્રાફિક ની અસર ગોલ્ડન બ્રીજ ના રૂટ ઉપર પણ પડી હતી.અને અંકલેશ્વર ના ગડખોલ પાટિયા થી લઈને ગોલ્ડન બ્રીજ સુધી ચિક્કાર ટ્રાફિક જામ થઇ ગયો હતો.ને.હા.નં 8 ઉપર ટ્રાફિક સર્જાતા નાના વાહન ચાલકો ગોલ્ડન બ્રીજ તરફ ડાઈવર્ટ થતા ટ્રાફિકની સમસ્યા વધુ ઘેરી બની હતી.અને ટ્રાફિક ને પહોંચી વળવા માટે જીલ્લા નું પોલીસ તંત્ર પણ કામે લાગી ગયું હતું.

1

સરદાર બ્રીજ અને ગોલ્ડન બ્રીજ બંને બ્રીજ ટ્રાફિક માં સપડાતા વાહન ચાલકો એ અંકલેશ્વર નાં આંતરિક રસ્તા જેવાકે ગડખોલ માંડવા રોડ,પીરામણ ગામ રોડ,રાજપીપળા રોડ ઉપર થી પસાર થવાનું સગવડ ભર્યું માનતા આંતરિક રસ્તાઓ પર પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.