ભરૂચ ના લિંકરોડ ઉપર ચોરી ની ઘટનાઓ ને અંજામ આપનારને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો

New Update
ભરૂચ ના લિંકરોડ ઉપર ચોરી ની ઘટનાઓ ને અંજામ આપનારને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો

ગત તારીખ ૧૬/૦૨/૨૦૧૭ ના રોજ મોઢેશ્વરી મંદિરે દાનપેટી માંથી ૫૦૦૦ તેમજ ગણેશ મોબાઈલ શોપ માં ૬ નંગ મોબાઈલ મળી કુલ ૧૫૦૦૦ જેટલા ના મુદ્દામાલ ની ચોરી અંગે ની ફરિયાદ નોંધાઇ હતી . જે બનાવ અંગે ભરૂચ પોલીસે સીસીટીવી કેમેરા ની મદદ થી વધુ તપાસ હાથધરી હતી.

ત્યારે પોલીસ ને બાતમી મળી હતી કે ભરૂચ શહેર ના અયોધ્યા નગર વિસ્તાર માં આવેલ ઝુંપડ પટ્ટી ખાતે રહેતા હસમુખ મદન મારવાડી હોવાનું સીસીટીવી ની તપાસ માં જણાઈ આવેલ જે અંગે ચોક્કસ બાતમી ના આધારે તેના ઘર તરફ વોચ ગોઠવી તપાસ માં હતા તે દરમિયાન રવિ પ્રવીણ દંતાલી રહે અમદાવાદ નો ઝડપાઇ ગયો હતો તેની પુછતાછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે સમગ્ર ચોરી નો મુદ્દામાલ હસમુખ મદન મારવાડી પાસે હોય પોલીસે તે દિશા માં તપાસ હાથ ધરી હસમુખ ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે .