New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/04/camp-2-1.png)
દારૂલ ઉલુમ મુસ્તુફાઈયહ હલદરવા કમિટી તેમજ સાલ્યા હોસ્પિટલ પાલેજના ઉપક્રમે મંગળવારના રોજ કરજણ તાલુકાના હલદરવા ગામમાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ હતી.
જેમાં ગામના 250 જેટલા દર્દીઓએ શિબિરનો લાભ લીધો હતો. સર્વ રોગ નિઃશુલ્ક નિદાન શિબિરમાં સાલ્યા હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા તબીબી સેવાઓ અપાઇ હતી. લાભ લેનાર દર્દીઓને નિઃશુલ્ક જરૂરી દવાઓનું પણ વિતરણ કરાવામાં આવ્યું હતું.
સર્વ રોગ નિદાન શિબિરને સફળ બનાવવા માટે હલદરવા ગામના સરપંચ, ઉપ સરપંચ તેમજ દારુલ ઉલુમ મુસ્તુફાઇયહ કમિટીના સદસ્યોએ ખુબ સારી જહેમત ઉઠાવી શિબિરને સફળ બનાવી હતી
Related Articles
Latest Stories