Connect Gujarat
Featured

ભરૂચ : નેત્રંગ - મોવી રોડ પર કારે મારી બાઇકને ટકકર, શણકોઇના બે યુવાનના મોત

ભરૂચ : નેત્રંગ - મોવી રોડ પર કારે મારી બાઇકને ટકકર, શણકોઇના બે યુવાનના મોત
X

દિપાવલી પર્વના ખુશીના માહોલ વચ્ચે ભરૂચ જિલ્લાના નેત્રંગ-મોવી રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં શણકોઇના બે યુવાનના કરૂણ મોત નિપજ્યાં હતાં જયારે એક યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ વેલકમ હોટલની પાસે એક કારના ચાલકે તેની કારને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા સામેથી આવતી બાઇકને ધડાકાભેર ટકકર મારી હતી. કારની ટકકરે બાઇક પર સવાર અને શણકોઇ ગામના રહેવાસી સંજય વસાવા અને રણજીત વસાવાને ગંભીર ઇજા થતાં તેમના સ્થળ પર પ્રાણ પંખેરા ઉડી ગયાં હતાં. જયારે હસમુખ વસાવાને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. દિપાવલી ટાણે જ સર્જાયેલા અકસ્માતમાં બે યુવાનના મોત થતાં શણકોઇ ગામમાં શોકની લાગણી ફેલાઇ હતી. નેત્રંગ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story