New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/vlcsnap-2019-04-05-14h05m05s233-1.png)
વ્યાજખોરોના ત્રાસ થી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યાની આશંકા
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે એક ઇસમે દવા ગટગટાવી અપઘાતનો પ્રયાસ કરવાની ઘટના બનવા પામી છે. દવા ગતગટાવી લઈ આપધાતા કરવાની કોશીષ કરતા બી ડિવિઝન પોલીસે ગંભીર હાલતમાં ઇસ્માઇલ પાલેજવાળા નામના ઇસમને સારવાર અર્થે પોલીસની ગાડીમાંજ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.
આ સમગ્ર ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,જ્યારે ઇસ્માઇલ પાલેજવાળાએ વ્યાજ્ખોરોના ત્રાસના પગલે દવા પી જઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું હાલમાં અનુમાન લગાવાઇ રહ્યું છે.બી.ડીવિઝન પોલીસે આ અંગે તમામ પાસા ચકાસી વધુ તપાસ હાથ ધરી છે.