New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/2fbd37fb-dbef-4cce-b5b1-a8e8036ade53.jpg)
- રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ સ્વિમિંગ પુલમાં નાહવા પડ્યા હતા
- અંકુર ગર્ગ ડૂબી જતાં મોત નીપજ્યું હોવાની જાણ થતા કર્મચારીઓમાં શોકની કાલીમા છવાઇ
ભરૂચ રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા અને રિલાયન્સ કોલોનીમાં રહેતા રિલાયન્સ કર્મીઓ કાળઝાળ ગરમી હોય કોલોનીમાં આવેલ સ્વીમીંગ પુલમાં ન્હાવા પડ્યા હતા. જેમાં એક કર્મીનું ડૂબી જવાના પગલે કરીણ મોત નીપજવાની ઘટના ઘટતા કંપનીના સહકર્મીઓમાં શોકની કાલીમા છવાઇ હતી.
ભરૂચ ખાતે રિલાયન્સ કોલોનીમાં આવેલ સ્વીમીંગ પુલમાં રિલાયન્સ કોલોનીના કર્મીઓ ન્હાવા પડયા હતા.જેમાં અંકિર ગર્ગ નામનો યુવાન ડૂબી જતા મોતને ભેટ્યો હતો. આ ઘટનાના પગલે રિલાયન્સ કોલોનીમાં રહેતા કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાવા પામી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.