ભરૂચ રથયાત્રાને ધ્યાને રાખી યોજાઇ શાંતિ સમિતિની બેઠક

New Update
ભરૂચ રથયાત્રાને ધ્યાને રાખી યોજાઇ શાંતિ સમિતિની બેઠક

રથયાત્રાના ભાગ રૂપે ભરૂચના આંબેડકર હોલ ખાતે ભરૂચ એસ.ડી.એમ. દેસાઈ,ભરૂચ ડીવાયએસપી વાઘેલા,ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તબાકુવાળાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચમાં નિકળનારી પૌરાણિક યાત્રા ભરૂચના કતોપોર બજાર થી નિકળી શહેરના હિન્દુ -મુસ્લિમ વિસ્તારમાં ફરી ભરૂચના ભોઈવાડ ખાતે સમાપન કરવામાં આવે છે. ત્યારે આ વિસ્તારોમાં રથયાત્રા પસાર થતી વેળા સુલેહ શાંતિ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હિન્દુ -મુસ્લિમ બંન્ને સમાજના લોકો સાથે વાતોઘાટો કરી શાંતિપૂર્ણ રીતે ભગવાન જગન્નાથની આ રથયાત્રાને સફળ બનાવા કટિબ્ધતા બતાવી હતી.