ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરુચ તેમજ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સગર્ભા મહિલાઓ માટે કીટ વિતરણનો કાર્યક્ર્મ યોજાયો

New Update
ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરુચ તેમજ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સગર્ભા મહિલાઓ માટે કીટ વિતરણનો કાર્યક્ર્મ યોજાયો

આજરોજ ભરુચ સિવિલ હોસ્પિટલ સ્થિત ટ્રેનીંગ સેન્ટર ખાતે રોટરી ક્લબ ઓફ ભરુચ (ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦), ભરુચ જિલ્લા આરોગ્ય શાખા તેમજ સિવિલ હોસ્પિટલ, ભરુચના સંયુક્ત ઉપક્રમે ભરુચ જિલ્લાની સગર્ભા મહિલાઓ માટે સહાય કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કીટ વિતરણ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ ભરુચના વિવિધ પ્રોજેકટ પૈકી “હેલ્ધી મધર એન્ડ હેલ્ધી ચાઇલ્ડ” પ્રોજેકટ હેઠળ લગભગ ૨૦૦ જેટલી ગર્ભવતી મહિલાઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગર્ભવતી મહિલાઓના આવનાર બાળકોના સ્વસ્થ્ય આયુષ્યનું ધ્યાન રાખી આ કિટમાં પૌસ્ટિક ખાધ્ય સામગ્રી સહિત સેનેટરી પેડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓમાં ખોટી અંધશ્રદ્ધા ન ફેલાય તે માટે એક વિશેષ ફિલ્મનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન સામાજિક કાર્યકર પુષ્પાબેન પટેલ, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ કેતન શાહ, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેકટ ચેર પર્સન પ્રતિક્ષા મહિડા, સિવિલ હોસ્પિટલના તબીબ ડો. આર. આર. ઝા, ભરુચ જિલ્લા આરોગ્ય શાખાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સગર્ભા મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.