Top
Connect Gujarat

ભરૂચ સોનેરી મહેલ રોડ તરફ ગત ચોમાસે ધસી પડેલ દિવાલ અને નાળાની મરામત કરાવતી નગરપાલિકા

ભરૂચ સોનેરી મહેલ રોડ તરફ ગત ચોમાસે ધસી પડેલ દિવાલ અને નાળાની મરામત કરાવતી નગરપાલિકા
X

સોનેરી મહેલ રોડ તરફ પ્રોટેકશન વોલ બનાવી રસ્તો ખુલ્લો કરાશે : પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળા

ભરૂચના પાંચબત્તીથી સોનેરી મહેલ તરફ જવાના માર્ગ ઉપર ગત ચોમાસે મોતીલાલ નહેરૂ બાગ નજીક મુખ્ય માર્ગનો કેટલોક હિસ્સો ધસી પડ્યો હતો. જે બાદ કામચલાઉ પુરતો તેને લોખંડના પતરા મારી દેવાયા હતા. જે આવનારા ચોમાસા અને મેઘમેળાના ઉત્સવને ધ્યાને લઇ ભરૂચ નગરપાલિકા દ્વારા ધસી પડેલ દિવાલ અને નાળાના સ્થળે નવી દિવાલ બનાવી રસ્તો ખુલ્લો કરવામાં કવાયત હાથ ધરવામાં આવી છે.

ભરૂચના સોનેરી મહેલ રોડ ઉપર આવેલ ૭ એક્ષ કોરિડોર નજીક ગેબીયન વોલનો મુદ્દો પણ વારંવાર વિવાદમાં આવ્યો હતો. જે બાદ ગત ચોમાસે આજ ગેબીયન વોલની બાજુમાંનો કેટલોક હિસ્સો અચાનક ધસી પડ્યો હતો. જેથી આ માર્ગ ઉપર ભારે વાહનો અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો અને અન્ય વાહનચાલકો પણ ભોગ ન બને તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા કામચલાઉ પુરતા ત્યાં લોખંડના પતરા મારી દેવામાં આવ્યા હતા.

જોકે આવનાર ચોમાસાને ધ્યાને રાખી અને શ્રાવણ માસના મેળા ઉત્સવમાં સમગ્ર ભારતભરમાંથી લાખો લોકો આ મેળામાં આવતા હોવાના કારણે ભરૂચ નગરપાલિકા દ્વારા તાબડતોબ આ ધસી પડેલ દિવાલના સ્થળે અન્ય પ્રોટેકશન વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રોટેકશન વોલ બન્યા બાદ રસ્તો પહોળો પણ થશે અને મેળામાં પણ કોઈપણ જાતની તકલીફ નહીં પડે તેમ ભરૂચ નગરપાલિકા દ્વારા જાણવા મળ્યું છે.

આ અંગે નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાએ જણાવ્યું હતું કે, ગત ચોમાસે વરસાદી પાણીના કારણે ધોવાણ થતા આ રસ્તો દીવાલ સાથે ધસી પડ્યો હતો. જે આગામી દિવસોમાં શરૂ થનાર ચોમાસુ અને શ્રાવણ માસના મેળા ઉત્સવને ધ્યાનમાં લઇ ભરૂચ નગરપાલિકા દ્વારા ધસી પડેલ માર્ગ સ્થળ ઉપર એક વિશાળ પ્રોટેકશન વોલ બનાવી મેળામાં લોકોને તકલીફ ન પડે તે દિશામાં ભરૂચ નગરપાલિકાએ વિકાસના કામને આગળ ધપાવ્યું છે.

Next Story
Share it