દેશના 73માં સ્વાતંત્ર પર્વની ઉજવણીના થનગનાટ વચ્ચે પોલીસ પણ સર્તક બની છે. મંગળવારે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. રેલવે સ્ટેશન સહિતના ભીડભાડવાળા સ્થળોએ હાથ ધરાયેલી તપાસમાં કઇ વાંધાજનક મળ્યું ન હતું.

દેશના સ્વાતંત્રય પર્વએ આતંકવાદીઓ હુમલો કરી શકે છે તેવા ગુપ્તચર વિભાગના અહેવાલ છે. અફઘાની પાસપોર્ટ પર આતંકવાદીઓ દેશમાં પ્રવેશી શકે તેવા આઇબીના ઇનપુટના પગલે દેશભરમાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે. સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ પોલીસ સતર્ક બની છે. મંગળવારના રોજ ભીડભાડવાળા સ્થળોએ વાહનો તથા લોકોની તપાસ કરવામાં આવી હતી. પરંતુ તપાસ દરમિયાન કઇ પણ વાંધાજનક મળ્યું ન હતું.

LEAVE A REPLY