/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/Untitled-1-copy.JPG-415.jpg)
રાજ્યસભાની ચૂંટણીમાં કોણ જીતશે કે કોણ હારશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ભાજપે ત્રણે બેઠકો જીતવા એડીચોટીનું જોર લગાવ્યુ છે. તો કોંગેસે પણ અહમદ પટેલને જીતાડવા માટે કોઈ કસર બાકી રાખી નથી.
સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોંગ્રેસના ગુજરાતના રાજ્યસભાના સભ્ય અહમદ પટેલ કે કોંગ્રેસનો છેડા ફાડીને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂત રાજ્યસભમાં જીતશે કે કેમ તે અંગે સટ્ટાબજારમાં ભાવો ખુલ્યા હતા.
જો કે ભાજપ અને કોંગ્રેસના ચાણક્યે એડીચોટીનું જોર લગાવ્યુ હોવાથી સટ્ટાબજારમાં છેલ્લા ચાર દિવસથી કોઈ ભાવો બોલતા નહોવાનું કહેવાય છે. અને રાજ્યસભાની ચૂંટણીમાં લગાવેલા સોદા રદ થવાની શક્યતા સટોડિયા વ્યકત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીઓમાં બુકીઓ સટ્ટો રમતા હોતા નથી પણ ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંથી અહમદ પટેલે ઉમેદવારી કરી હોવાથી અને રાજકીય તોડજોડની નીતિએ આકર લેતા રાજકારણ સાથે સંકળાયેલા ભાવો ખોલાવીનો બુકીઓ સટ્ટો રમ્યા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.