ભારત દ્વારા અગ્નિ-5 નું સફળ પરીક્ષણ

New Update
ભારત દ્વારા અગ્નિ-5 નું સફળ પરીક્ષણ

ભારત દ્વારા ઓરિસ્સાના બાલાસોર જિલ્લાના દરિયા કિનારે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી સ્વદેશી સપાટી ટુ સપાટી મારણ ક્ષમતા સાથે પરમાણુ હથિયાર થી સજ્જ એવી બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જેમાં આ તેનો ચોથો અને આખરી ટેસ્ટ હતો.

17મીટર લાંબી અને 2 મીટર પહોળી તેમજ 50 ટનનું વજન ધરાવતી આ મિસાઈલની મારણ ક્ષમતા 5000 કિ.મી ની છે. આ સાથે એક ટન કરતા વધુ પરમાણુ બોમ્બ લઇ જવામાં સક્ષમ એવી આ મિસાઈલ અગ્નિ શ્રેણીની અન્ય મિસાઈલ કરતા વધુ ટેક્નોલોજીયુક્ત અને વધારે જમીન થી જમીનની મારણ ક્ષમતા ધરાવે છે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સફળ પ્રક્ષેપણ માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ને અભિનંદન આપ્યા હતા.

ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) અગ્નિ-5ની પ્રહાર ક્ષમતા એશિયાના કોઈ પણ ભાગમાં અને આફ્રિકા અને યુરોપ ના અમુક ભાગો તમામ સુધીની છે.

એકવાર અગ્નિ 5 નો ભારતીય લશ્કરમાં સમાવેશ થયા બાદ અમેરિકા, રશિયા, ચાઇના, ફ્રાન્સ અને બ્રિટન પછી ભારત પણ ICBMs ક્લબ માં જોડાશે અને આ સાથે તે 5000 થી વધુ કિમીની રેન્જની મિસાઈલ ધરાવતો છઠ્ઠો દેશ બની જશે.

Read the Next Article

જો તમે નેટવર્ક સમસ્યાથી પરેશાન છો તો Wi-Fi સુવિધા કામમાં આવશે, ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો

એરટેલ, જિયો અને વીઆઈ યુઝર્સ નેટવર્ક આઉટેજથી પરેશાન છે. દેશની મોટી ટેલિકોમ કંપનીઓના યુઝર્સ મોબાઇલ અને ડેટા સેવાઓનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

New Update
wifiii

એરટેલ, જિયો અને વીઆઈ યુઝર્સ નેટવર્ક આઉટેજથી પરેશાન છે. દેશની મોટી ટેલિકોમ કંપનીઓના યુઝર્સ મોબાઇલ અને ડેટા સેવાઓનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો તમે પણ નેટવર્ક આઉટેજથી પરેશાન છો અને નિયમિત કોલ કરી શકતા નથી, તો તમે Wi-Fi કોલિંગનો ઉપયોગ કરી શકો છો. અહીં અમે તમને Wi-Fi કોલિંગ કેવી રીતે સક્ષમ કરવું તે જણાવી રહ્યા છીએ.

iPhone માં Wi-Fi કોલિંગ કેવી રીતે સક્ષમ કરવું?

➡️ સ્ટેપ 1 - સૌ પ્રથમ તમારે સેટિંગ્સ મેનૂ પર જવું પડશે.
➡️ સ્ટેપ 2 - હવે તમારે મોબાઇલ ડેટા અથવા સેલ્યુલર વિકલ્પ પર જવું પડશે.
➡️ સ્ટેપ 3 - અહીં તમને Wi-Fi કોલિંગનો વિકલ્પ મળશે.
➡️ સ્ટેપ 4 - અહીં તમે ટૉગલ બટન વડે તમારા ફોનમાં Wi-Fi કોલિંગને સક્ષમ કરી શકો છો.

એકવાર સક્ષમ થઈ ગયા પછી, જ્યારે પણ તમે Wi-Fi કોલિંગ કરો છો, ત્યારે તમને ટોચના બારમાં Airtel Wi-Fi અથવા Wi-Fi દેખાશે.

એન્ડ્રોઇડમાં Wi-Fi કોલિંગ કેવી રીતે સક્ષમ કરવું?

➡️ સ્ટેપ 1 -⁠ સૌ પ્રથમ તમારે ફોનમાં સેટિંગ્સ મેનૂ ખોલવું પડશે.
➡️ સ્ટેપ 2 - અહીં તમારે નેટવર્ક અને ઇન્ટરનેટ અથવા કનેક્શન્સ વિકલ્પ પર જવું પડશે.
➡️ સ્ટેપ 3 - હવે તમારે મોબાઇલ નેટવર્ક અથવા સિમ અને નેટવર્ક પસંદ કરવું પડશે.
➡️ સ્ટેપ 4 - અહીં તમને Wi-Fi કૉલિંગ ચાલુ-બંધ કરવાનો વિકલ્પ મળશે. તેને ચાલુ કરો.

કેટલાક Android ફોનમાં, કૉલ્સ મેનૂમાં Wi-Fi કૉલિંગનો વિકલ્પ ઉપલબ્ધ છે. જો તમને Wi-Fi કૉલિંગ વિકલ્પ શોધવામાં મુશ્કેલી પડી રહી છે, તો તમે સીધા સેટિંગ્સ વિકલ્પમાં Wi-Fi કૉલિંગ શોધી શકો છો.

Latest Stories