New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/5-1.jpg)
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે જંબુસર આમોદ વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ઉદ્દભવેલી પૂરની સ્થિતિ ઉદ્દભવી છે.જંબુસર તાલુકા નદીકાંઠાના મગણાદ તથા કુંડળ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
હાલ ઢાઢર નદી 99 ફૂટે છે. જે ભયજનક કરતા એક ફૂટ ઓછી છે અને સપાટી વધવાની સંભાવના હોય પ્રાંત અધિકારી એક કે કલસરિયા તથા જંબુસર આમોદ અધિકારીઓએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિથી વાકેફ થયા હતા. પૂરના ધસમસતાં વહેણમાં ઉપરવાસ માથી એક નાવ પણ તણાઈને આવી છે.