ભાવનગર તળાવની પાળે સેલ્ફી પાડવા જતા બે ઝુડવાં ભાઇ સહિત ત્રણ ડૂબ્યા 

New Update
ભાવનગર તળાવની પાળે સેલ્ફી પાડવા જતા બે ઝુડવાં ભાઇ સહિત ત્રણ ડૂબ્યા 

ભાવનગર નાગધણિંબા ગામે આવેલ ખોડિયાર માતાના મંદિરે જાગરણ ના પર્વ દરમિયાન માતાજી ના દર્શન કરવા આવેલ ઉખલ્લા ગામના ત્રણ યુવાન તળાવની પાળે ઉભા રહી સેલ્ફી પાડવા જતા બે સગા ભાઇ અને એક પિતરાઈ ભાઈ એમ ત્રણ યુવાનો અકસ્માતે તળાવમાં ડૂબ્યા ઘટના સ્થળે એકનું મોત અને બેને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા .

મળતી માહિતી અનુસાર ઉખલ્લા ગામના વાડી વિસ્તારમાં રહેતાં હરમીલેક્ષ વલ્લભભાઈ ચૌહાણ ઉમર વર્ષ ૧૮ જે ૧૨ ઘોરણ માં સિતારામ હાઇસ્કૂલ બુધેલ અભ્યાસ કરે છે, અને તેનો સગો ભાઇ જેનું નામ હરપાલ વલ્લભભાઈ ચૌહાણ ઉમર વર્ષ ૧૮ જે ૧૨ ઘોરણ માં સીતારામ હાઇસ્કૂલ બુધેલ માં અભ્યાસ કરે છે અને બન્ને ભાઇ સાથે જન્મેલ છે તેમજ તેમનો પિતરાઇ ભાઇ જેનું નામ હાર્દિક નાનજીભાઇ ચૌહાણ ઉમર વર્ષ ૧૭ જે ૧૧માં ધોરણ માં મારૂતિ સ્કુલ વિધ્યામંદિર માં અભ્યાસ કરે છે .

આ ત્રણેય ભાઇ ઓ દર વર્ષે ની જેમ દિવાસાના દિવસે નાગધણિંબા ગામમાં આવેલ નાગલપરી ખોડિયાર માતાના મંદિર દર્શન કરવા આવે છે આ વર્ષે પણ તેઓ ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા માટે આવેલ માતાજીના દર્શન કરી તેઓ મંદિર ની પાછળ આવેલ નાગધણિંબા તળાવ ની પળે સેલ્ફી ફોટો પાડવા ગયેલ જ્ય અકસ્માતે તળાવ માં પડતા ત્રણેય ડૂબ્યા હતા ગામ લોકોની મદદ થી ત્રણેય ને બહાર કાઢવામાં આવ્યા પણ હરમીલેક્ષ વલ્લભભાઈ ચૌહાણ ઘટના સ્થળે મૃત્યુ પામેલ અને અન્ય બેને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા।