Connect Gujarat
ગુજરાત

ભાવનગર : રેસ્ટોરન્ટના કીચનમાં આરપાર જોઇ શકશે ગ્રાહકો, તંત્રએ વિવિધ સ્થળોએ કર્યુ ચેકીંગ

ભાવનગર : રેસ્ટોરન્ટના કીચનમાં આરપાર જોઇ શકશે ગ્રાહકો, તંત્રએ વિવિધ સ્થળોએ કર્યુ ચેકીંગ
X

જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા રેસ્ટોરન્ટ બાબતે જાહેર કરેલા નિર્ણય અંગે

ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરી રેસ્ટોરન્ટ માલિકોને નવા નિર્ણયનો અમલ

કરવા સુચના આપવામાં આવી છે.

હોટલો અને રેસ્ટોરન્ટના કીચન પર અત્યાર સુધી નો

એન્ટ્રી વીથ આઉટ પરમીશનના બોર્ડ લગાડવામાં આવતાં હોય છે. રાજય સરકારે લોકોના

સ્વાસ્થયને ધ્યાનમાં રાખી કીચનની આરપાર જોઇ શકાય તેવી વ્યવસ્થા કરવા સુચના આપવામાં

આવી છે. ભાવનગરમાં વહીવટીતંત્ર તરફથી આ સંદર્ભમાં ચેકીંગ હાથ ધરાયું. ભાવનગરના

હિમાલિયા મોલ ખાતે આવેલ રેસ્ટોરન્ટ અને અન્ય સ્થળોએ આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ

હાથ ધરવામાં આવ્યું હતું. રસોડા વિભાગની બહાર લગાવેલા “નો એન્ટ્રી”ના બોર્ડ હટાવવામાં આવ્યા

હતા. પીઝા રેસ્ટોરન્ટમાં કિચન બારી ખુલી હોય અને ખાદ્ય પદાર્થ ઉઘાડો જણાતા અંદાજે 50 કિલ્લો જેટલા ખાધ્ય

પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. આવનાર 15 દિવસમાં રેસ્ટોરન્ટનું રસોડું આરપાર દેખાય તે માટે

કાચના દરવાજા મૂકવા સૂચન કર્યું હતું. જો નિયમ મુજબ રેસ્ટોરન્ટમાં ફેરફાર કરવામાં

નહીં આવે તો દંડ તેમજ રેસ્ટોરન્ટના લાયસન્સને કેન્સલ કરવામાં આવશે.

Next Story
Share it