Connect Gujarat
ગુજરાત

ભુજ : ખાવડામાં બસ સ્ટેશન પાસે જાહેરમાં યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

ભુજ : ખાવડામાં બસ સ્ટેશન પાસે જાહેરમાં યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા
X

ભુજ તાલુકાના ખાવડામાં બસ સ્ટેશન પાસે જાહેરમાં યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવી દેવાતા ચકચાર ફેલાઈ છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ ,ખાવડાના જુના બસ સ્ટેશન પાસે આ ઘટના બનવા પામી હતી. મોટા પૈયા ગામના 30 વર્ષીય યુવાન મુસા ઇસ્માઈલ સમાની હત્યા કરાઇ છે. સામા વાળા સીધીક હુસેન સમા ,ઓસમાણ હુસેન સમાં , મોડ હુસેન , હનીફ હુસેન અને ઈસ્માઈલે બસ સ્ટેશન પાસે આવી છરી વડે યુવાન પર બેરહમી થી હુમલો કરી મોત ને ઘાટ ઉતારી દીધો હતો.પાંચ વર્ષ પૂર્વેના જમીન વિવાદ પ્રકરણમાં યુવાનની હત્યા કરાઇ હોવાનું ખુલ્યું છે.ફરિયાદમાં દર્શાવાયેલા આરોપીઓ એક જ પરિવારના છે..બનાવ અંગે ખાવડા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Next Story