Connect Gujarat
ગુજરાત

ભુજ નવા સર્કિટ હાઉસનું રાજય મંત્રી વાસણ આહિરના હસ્તે થયું ઉદ્દધાટન

ભુજ નવા સર્કિટ હાઉસનું રાજય મંત્રી વાસણ આહિરના હસ્તે થયું ઉદ્દધાટન
X

ભુજના સર્કિટ હાઉસ ખાતે 1.67 કરોડના ખર્ચે બનાવાયેલા નવા ભવનનું આજે રાજયમંત્રી વાસણ આહીરના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.

ભુજના ઉમેદ ભુવન સર્કિટ હાઉસ ખાતે રાજકીય નેતા કે

અધિકારીઓ માટે રહેવાની વ્યવસ્થા છે પણ આ ભવન નાનું પડતા વીઆઇપી ગેસ્ટ માટે 4 નવા

અદ્યતન રૂમો ધરાવતું ભવન તૈયાર કરાયું છે. અહીં વીઆઇપી મંત્રી અને ઉચ્ચ અધિકારીઓના

આરામ માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે. રૂ.1.67 કરોડની માતબર રકમના ખર્ચે તૈયાર થયેલી આ

ઇમારતમાં ચાર વિશાળ આરામખાંડ બનાવાયા છે. ઉપરાંત હોલની વ્યવસ્થા છે. આ પ્રસંગે

રાજયમંત્રી વાસણ આહીર,કલેક્ટર એમ.નાગરાજન,ધારાસભ્ય નીમાબેન આચાર્ય,જિલ્લા પંચાયત પ્રમુખ

લક્ષ્મણસિંહ સોઢા સહિતના હાજર રહ્યા હતા.

Next Story
Share it