સસ્પેન્સથી ભરપૂર અને એક જ કેમેરાથી કંડારેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ “47 ધનસુખ ભવન”ને લઈને ગુજરાતીઓમાં ઉત્સુકતા વધી રહી છે. ટીઝર,ટ્રેલર બાદ ફિલ્મનુ એક ગીત રીલીઝ થયું છે. ગીત ઝી મ્યુજિક દ્વારા રજૂ કરાયુ છે. જે ભૂમિ ત્રિવેદીના મધુર અવાજમાં આ ડરામણું અને રૂંવાડા ઊભા કરતું ગીત તમને ફિલ્મ જોવા ચોક્કસ મજબૂર કરશે.

નૈતિક રાવલના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મને પ્રથમ એવી ફિલ્મ કહી શકાય જે ગુજરાતી દર્શકો માટે નવા કોન્સેપ્ટ અને નવા કન્ટેન્ટ સાથે રજૂ થનારી વન શૉટ ફિલ્મ. ત્યારે ટ્રેલર જોઈને વધેલી ઉત્સુકતા અને ઉત્સાહ ભૂમિ ત્રિવેદીના કંઠે ગવાયેલ ડરામણા ગીત સાથે બમણી થઈ જાય છે. આ ગીતનું કમ્પોઝિંગ સુચિતા વ્યાસ, અવાજ ભૂમિ ત્રિવેદી, જ્યારે લીરિક્સ જય ભટ્ટના છે. આ ગીત પણ સસ્પેન્સ વધારી રહ્યું છે. ભવિષ્યની વાતને વગોડતી અને જૂની યાદોમાં સમાયેલા ચિત્રપટ શું થાય છે?શું થશે? કોને ખબર? કોણ જાણે? જેવા પ્રશ્નો સાથે રજૂ થયેલ ગીત બાદ 26 જુલાઈ સુધી પ્રતિક્ષા પણ દર્શકોને કરવી મુશ્કેલ બની છે. કારણ કે ગીત જોઈને ખરેખર શું છે આ ફિલ્મમાં એ જાણવાની ઇચ્છા તીવ્ર બની છે. તો આ ગીત જુઓ અને થઈ જાઓ 26 જુલાઈના રોજ ત્રણ મિત્રો વચ્ચે ખરેખર શું થાય છે? તે જોવા માટે તૈયાર “ 47 ધનસુખ ભવન”માં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here