/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/unnamed-2-13.jpg)
ઉડીમાં આતંકવાદી હુમલામાં 18 જવાનો શહીદ થયા બાદ મુંબઇમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની કલાકારોને 48 કલાકની અંદર ભારત છોડી જવાની ધમકી આપી હતી. ત્યારે પાકિસ્તાનના એક્ટર ફવાદ ખાને ભારત છોડી દીધાના સમાચાર મળી રહ્યા છે. તેમજ હવે તેઓ ભારત પાછા ફરે તેવી કોઇ પણ યોજના નથી.
કોફી વીથ કરણની પાંચમી સિઝનમાં ફવાદ ખાન મહેમાન તરીકે આવવાના હતા. જોકે, હવે તેમના બદલે શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ કરણના મહેમાન બનવાના છે.
પાકિસ્તાની કલાકારોને ભારત છોડવાની વાત પર કરણે જણાવ્યું હતું કે તેનાથી આતંકવાદ જેવી સમસ્યાનું સમાધાન થવાનું નથી. જ્યારે બોલિવૂડ અભિનેતા સલમાન ખાને પણ કહ્યુ હતું કે બોલિવૂડ કોઇના બાપની જાગીર નથી. અહીં કોઇપણ કામ કરી શકે છે.
જોકે, મુંબઇ પોલીસે પાકિસ્તાની કલાકારોની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવાની બાંહેધરી આપી હતી. તેમ છતાં તેમનામાં ડરની લાગણી જોવા મળી રહી છે.