Connect Gujarat

મલ્ટી સ્ક્રીન સિનેમા ઘરોની ટિકિટ મામલે લેવાયો નિર્ણય

મલ્ટી સ્ક્રીન સિનેમા ઘરોની ટિકિટ મામલે લેવાયો નિર્ણય
X

GST કાઉન્સિલની બેઠક દરમિયાન મલ્ટી સ્ક્રીન સિનેમા ઘરોની ટિકિટને લઇને ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમામ કંપનીઓએ ઇલેક્ટ્રોનિક ટિકિટ એટલે કે ઇ-ટિકિટ આપવું ફરજિયાત રહેશે : નાણાં મંત્રી નિર્મલા સીતારામન

ગત તા. ૨૧મી જૂન, શુક્રવારના રોજ નાણાં મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ૩૫મી GST કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન GST કાઉન્સિલ દ્વારા મલ્ટી સ્ક્રીન સિનેમા ઘરોની ટિકિટ બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમામ મલ્ટી સ્ક્રીન સિનેમા ઘરો દ્વારા ઇ-ટિકિટ આપવા માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે. વધુમાં GST રિટર્ન ફાઇલ ન કરનાર તમામ બિઝનેસ હબ પણ હવેથી ઇ-વે બિલ જનરેટ નહીં કરી શકે. સાથે સાથે GST કાઉન્સિલની નફાખોરીની રકમ ૩૦ દિવસ સુધીમાં જમા નહીં કરાવનાર કંપનીઓને પણ ૨૦% પેનલ્ટી લગાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો.

GST કાઉન્સિલ દ્વારા રાજ્ય અને ક્ષેત્ર આધારિત GST ટ્રિબ્યુનલની પણ મંજૂરી આપી દેવામાં આવી છે. તો કેટલાંક રાજ્યોમાં એકથી વધુ GSTAT હશે તો GSTને લઇને કોર્ટ બનાવવાનું પણ વિચારણામાં લેવાયું છે. હાલ તો GST કાઉન્સિલને ઇ-ઇનવોયસિંગની રજુઆતના પ્રસ્તાવને સિદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી છે. તેમજ નેશનલ એન્ટી-પ્રોફિટીયરિંગ ઓથોરિટીને ૨ વર્ષ માટેના એક્સટેંશન સામે લીલી ઝંડી આપવામાં આવી છે.

ઉપરાંત GST કાઉન્સિલ દ્વારા ઇ-વ્હીકલ ઉપર ટેક્સ ઘટાડવાનો સંબંધિત મામલો ફિટમેન્ટ કમિટીને મોકલવામાં આવ્યો છે. હવેથી GST રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવીને ૩૧મી ઓગષ્ટ કરવામાં આવી છે. તેનો અર્થ છે કે હવેથી GST રિટર્ન ફાઇલ કરવા માટે ફક્ત ૨ મહિનાનો સમય મળશે. આ સમય દરમિયાન કોઈ GST રિટર્ન ફાઇલ ન કરી શકે તો તેની ઉપર ઇ-વે બિલ જનરેટ કરવા માટે રોક લગાવી દેવામાં આવશે. GST કાઉન્સિલના રુલ ૧૩૮ મુજબ મોહર લગાવતા જો કોઇ બિઝનેસ બે મહિનાની અંદર રિટર્ન ફાઇલ નથી કરતો તો તેને ઇ-વે બિલ જનરેટ કરવાની સુવિધા નહીં આપવામાં આવે. GST કાઉન્સિલની બેઠક દરમિયાન મલ્ટી સ્ક્રીન સિનેમા ઘરોની ટિકિટને લઇને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં તમામ કંપનીઓની ઇલેક્ટ્રોનિક ટિકિટ જારી કરવાની રહેશે. હવે અર્થ સ્પષ્ટ છે કે, તમામ મલ્ટીસ્ક્રિન સિનેમા ઘરોમાં લોકોને ઇ-ટિકિટ પણ પ્રાપ્ત થશે.

Next Story
Share it