New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/sddefault-8.jpg)
વડોદરા - વારાણસી વચ્ચે મહામના એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 22 શુક્રવારનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મહામના એક્સપ્રેસ ટ્રેન વડોદરા થી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા રેલવે મથક પર ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.
વડોદરા થી ટ્રેનમાં કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયેલ સવાર થઈને ભરૂચ ખાતે આવ્યા હતા, અને તેઓની સાથે રેલવેનાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેનને ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો હતો, જ્યારે રેલવે મંત્રી પિયુષ ગોયેલનું પણ રેલવે અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.