/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/IMG-20190731-WA0082.jpg)
છેલ્લા 20 વર્ષથી માર્ગ સલામતી ક્ષેત્રે કાર્યરત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના સેનેટ સિન્ડિકેટ સભ્ય સત્યેન કુલાબકરને તેમની વિશિષ્ટ કામગીરી બદલ વાહન વ્યવહાર મંત્રી આર સી ફળદુ ના હસ્તે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
માર્ગ સલામતી ને પોતાનું જીવનકાર્ય બનાવનાર સત્યેને ખૂબ જ નાની વયથી નાના સ્તરના કાર્યક્રમોથી પોતાની કામગીરી ની શરૂઆત કરી હતી. એમના મત મુજબ માર્ગ સલામતી નો અભાવ એ જીવલેણ સમસ્યા છે ટ્રાફિક અને વસ્તી વધવાને લીધે આ સમસ્યા વિકરાળ બનતી જવાની છે અને છતાંય સમાજના દરેક સ્તરે આ અંગે જાગૃતિનો અભાવ જોવા મળે છે.
પોલીસ મહાનગરપાલિકા અને સરકારની ટ્રાફિક અંગેની વિવિધ કમિટીઓના સદસ્ય રહેલા સત્યેને આ ક્ષેત્રે જુદો ચીલો ચાતરવાનું નક્કી કર્યું.
તેમણે યુવાનો અને બાળકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનું અભિયાન ચલાવ્યું ગુજરાતમા પહેલીવાર સૌથી વધુ યુવાનોને જોડીને ટીમ સેફ ઈનિશીએટીવ ના માધ્યમથી વડોદરાની શાળામાં હજારો બાળકો સુધી સેમિનાર ના માધ્યમથી અંગે જાગૃતિ લાવવાનો સફળ પ્રયાસ કર્યો કોર્પોરેટ જગતમામાં પણ તેમણે યુવા કર્મચારીઓ વચ્ચે પોતાની વાત પહોંચાડી.
યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય બન્યા બાદ માર્ગ સલામતી ક્ષેત્રે ભારતમાં પહેલીવાર સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાનુ શ્રેય પણ તેમના ફાળે જાય છે.
આ વિષયને ઉત્સવો સાથે જોડીને તેમણે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો માર્ગ સલામતી થીમ સાથે રંગોળી પ્રદર્શન, શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ, વિશ્વનું સૌથી લાંબુ પેઇન્ટિંગ જેવા કાર્યક્રમો ભારતમાં પહેલી વખત સત્યેન ભાઈ ના માર્ગદર્શન હેઠળ યોજાયા હતા.
તેમની આ કામગીરી ની નોંધ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ લેવામાં આવી હતી.
તેમની આ કામગીરી ને ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ ઓન રોડ સેફ્ટી આપીને બિરદાવવા માં આવી હતી જે વડોદરા માટે ગૌરવ ની વાત છે.