New Update
મહારાષ્ટ્રનાં વિદર્ભ જિલ્લાના વાઘને સહ્યાદ્રી ટાઇગર રિઝર્વ ( એસટીઆર ) સહિત અન્ય અભ્યારણ્યમાં ખસેડવાની વિચારણા કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં આ અંગે માહિતી આપતા રાજ્યના જંગલ ખાતાના પ્રધાન સુધીર મુનગુંટીવારે જણાવ્યુ હતુ કે આ અંગે તપાસ કરવા કમિટીનું ગઠન કરવામાં આવ્યુ છે. અને તેની ભલામણોને આધારે નિર્ણય લેવામાં આવશે. પશ્ચિમ મહારાષ્ટ્રની સહ્યાદ્રી પર્વતમાળામાં એસટીઆર આવેલુ છે. હાલમાં તેમાં માત્ર સાત જ વાઘ હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ.
વિદર્ભ વાઘ અભ્યારણ્ય માંથી વાઘનું અન્ય સ્થળે સ્થળાંતર કરવાનું વિચારણા કરવામાં આવી છે અને તે માટે કમિટીની પણ રચના કરવામાં આવી છે.