માંગરોળ : બણભા ડુંગરને પ્રવાસન તરીકે વિકસાવતા રોજગારીની વધી તકો
BY Connect Gujarat20 Sep 2019 4:31 AM GMT

X
Connect Gujarat20 Sep 2019 4:31 AM GMT
માંગરોળ તાલુકાના વાંકલ નજીક આવેલ સણધરા ગામે રાજ્ય સરકાર અને વનવિભાગ સુરત દ્વારા પાંચ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા બણભા ડુંગર પ્રવાસન કેન્દ્રનો સોળે કળાએ ખેલેલો કુદરતી સૌંદર્ય નો નજારો માણવા સહેલાણીઓ ઉમટી પડતા સ્વ સહાય મહિલા બચત જૂથની બહેનો માટે રોજગારીની તકો ઉભી થઇ છે.
ચાલુ વર્ષે રાજ્ય સરકારના વનવિભાગ અને સુરત વનવિભાગના સંયુક્ત ઉપક્રમે માંગરોળ તાલુકાના સણધરા ઓગસિયા અને રટોરી સહિતના ત્રણ ગામની વચ્ચે આવેલ બણભા ડુંગરને પ્રવાસન તરીકે વિકસાવવામાં આવેલ છે. જેથી માંગરોળ તાલુકા સહિત સમગ્ર સુરત જિલ્લાના સહેલાણીઓ પ્રવાસીઓને કુદરતના નયનરમ્ય અદ્ભૂત નજારાની ભેટ રાજ્ય સરકાર અને વનવિભાગે આપી છે. બીજી તરફ સ્થાનિક ત્રણ ગામના આદિવાસી સમાજના લોકને તેમજ ખાસ આદિવાસી મહિલા બચત જૂથોને રોજગારી મળે તેવા પ્રયાસ વનવિભાગ રાજ્ય સરકાર મારફત કરવામાં આવ્યો છે.
Next Story