New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/unnamed-12-1.jpg)
મુંબઇથી સુરત તરફ જઇ રહેલી કારને એનધલ ગામ પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 2ના ઘટના સ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ મુંબઇથી સરુત તરફ જતી ફોર્ડ કંપનીની કારનું ટાયર ફાટતા કારચાલકે કાબુ ગુમાવ્યો હતો અને એનધલ બસ સ્ટોપ પાસે ઉભેલા બે લોકો પર કાર ચઢાવી દીધી હતી. જેના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મૃત્યુ પામેલા લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. કારમાં બેઠેલા લોકોને સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.