Connect Gujarat
ગુજરાત

મોદી સરકારની બીજી ટર્મ શરૂ થયા બાદ હવે આગામી મહિનામાં બજેટ રજૂ કરાશે, ત્યારે બજેટના પિટારામાંથી જનતા માટે શું નિકળશે અને જનતાની શું અપેક્ષાઓ છે,આવો જાણિએ

મોદી સરકારની બીજી ટર્મ શરૂ થયા બાદ હવે આગામી મહિનામાં બજેટ રજૂ કરાશે, ત્યારે બજેટના પિટારામાંથી જનતા માટે શું નિકળશે અને જનતાની શું અપેક્ષાઓ છે,આવો જાણિએ
X

અરવલ્લી જિલ્લો નવરચિત જિલ્લો છે, સાબરકાંઠા જિલ્લામાંથી નવા જિલ્લા તરીકે અરવલ્લી નામ મળ્યું, જિલ્લાની રચના બાદ વિકાસે વેગ પકડ઼્યો છે, જો કે હજુ પણ જિલ્લામાં રોજગારી માટે એવો કોઇ જ સ્ત્રોત નથી કે, જેનાથી યુવાઓને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી શકે.,રોજગારી એ અરવ્લ્લી જિલ્લાનો સૌથી મોટો પ્રશ્ન છે. જિલ્લામાં જીઆઈડીસી તો છે, પણ રોજગારી આપી શકે તેવો કોઇ જ મોટો સ્ત્રોત અહીં ઉપલબ્ધ નથી. સ્થાનિક લોકોએ અમદાવાદ, વડોદરા, સહિત સૂરત જેવા મેટ્રો સિટીમાં રોજગાર માટે જવું પડે છે. તો જિલ્લામાં રોજગારીનો તો પ્રશ્ન છે સાથે સાથે ટ્રાન્સ્પોર્ટ માટે મુસાફરોની સુવિધા હેતુ ટ્રેન તો ચાલે છે, પરંતુ મોડાસા થી નડિયાડ ચાલતી ટ્રેન માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે. સવારે અને બપોરે એમ બે સમય માટે ચાલતી આ ટ્રેન માત્ર ખોટ જ કરી રહી છે,, કારણ કે, વર્ષોથી આ ટ્રેન મોડાસાથી ટિંટોઇ લંબાવવાની વાતો માત્ર કાગળ પર જ રહી છે, પણ હજુ સુધી અમલ થયો નથી, જો મોડાસાથી શામળાજી ટ્રેન લંબાવાય તો મુસાફરોને ઉદેપુરથી દિલ્હી જવા માટે સરળતા બની રહે,,

અરવલ્લી જિલ્લામાં બટાટા, મગફળી, કપાસ સહિતના પાકો લેવાય છે, પણ અંતરિયાળ વિસ્તારોમાં ક્યાંક સિંચાઈના પાણીની સમસ્યા આજે પણ યથાવત છે,એટલું જ નહીં મેઘરજ તાલુકાઓમાં પીવાના પાણી માટે વાસ્મો દ્વારા નર્મદાના ટાંકા તો બનાવાયા છે, પણ હજુ પાણી ટાંકામાં નથી પહોંચતું,, જેને લઇને સ્થાનિક લોકોએ દૂર સુધી પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. તો ગ્રામિણ વિસ્તારોમાં પીએમ આવાસ યોજના અંતર્ગત સબસિડી આપવાની માંગ બિલ્ડર દ્વારા કરાઈ રહી છે.

તો સમગ્ર દેશનો સૌથી સળગતો મુદ્દો હોય તો તે છે મોંઘવારી. શાકભાજી, પેટ્રોલ સહિતની ચીજવસ્તુઓમાં વધી રહેલા ભાવ વધારાથી લોકોને હાલાકીઓ પડી રહી છે. જેના પર અંકુશ લાવવા સરકાર શુ કરશે, તેના પર લોકો મીટ માંડીને બેઠા છે તો ટેક્ષ કન્સલટન્ટના જણાવ્યા અનુસાર હાલ જે બે વર્ષના ટેક્ષ રીટર્ન ભરી શકતો નથી તેના કારણે બાકી રહી ગયેલ અરજદરો ટેક્ષ ભરી શકતા નથી. આ ઉપરાંત ગત બજટમાં જે પાંચ લાખ સુધી ટેક્ષ ઘટડવાની જાહેરાત કરી હતી તેમાં રીબેટનુ પ્રાવધાન કાઢી સ્ટ્રેઇટ પાંચ લાખ સુધી ની છુટ આપવામાં આવે.

અરવલ્લી જિલ્લો શિક્ષણ તેમજ આરોગ્ય નગરી તરીકે વિકસિત થયો છે, મેડિકલ સેવાઓ ખૂબ જ સારા પ્રમાણમાં અહીં પ્રસ્થાપિત થઇ છે, રાજસ્થાનથી મોટી સંખ્યામાં દર્દીઓ અહીં આવે છે, અને ખાસ કરીને આયુષ્યમાનના દર્દીઓને ઘણો લાભ મળ્યો છે, આ પહેલા મા અમૃતમ કાર્ડમાં સમાવિષ્ટ હોસ્પિટલોની અછત હતી, જો કે હવે આયુષ્યમાન યોજનાથી મોટી સંખ્યામાં હોસ્પિટલોને આવરી લેવાતા દર્દીઓને સ્થાનિક કક્ષાએ તેનો લાભ મળવા લાગ્યો છે. દર વર્ષે લોકોને સરકાર પાસે બજેટમાં કંઇકને કંઇક અપેક્ષાઓ હોય છે, જો કે મેડિકલ ક્ષેત્રે આયુષ્યમાન તેમજ જન ઔષધી સ્ટોરથી ગરીબ પરિવારોને રાહત મળી છે, પણ ટેક્સ પેયર તેમજ મધ્યવર્ગીય પરિવારો માટે બજેટના પિટારામાંથી નવું શું નિકળે છે, તે જોવું રહ્યું.

Next Story