રતનપુર આંતરરાજ્ય સરહદ પર લોખંડી બંદોબસ્ત

New Update
રતનપુર આંતરરાજ્ય સરહદ પર લોખંડી બંદોબસ્ત

આતંકી હુમલાના પગલા અને સુરક્ષાના ભાગરૂપે ગુજરાતમાં પ્રવેશતા માર્ગ પર સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં પ્રવેશતી ઉન્ડવા તેમજ રતનપુર બોર્ડર પર પોલસ જવાનો તૈનાત છે. નેશનલ હાઈવે નંબર આઠ પર અને દિલ્હીથી ગુજરાતમાં પ્રવેશતા રતનપુર સીમા પર પોલિસની બાઝ નજર છે.

Advertisment

publive-image

ડીજીપીના દ્વારા રતનપુર બોર્ડર પર એસઆરપીની 1 પ્લાટૂન તૈનાત કરાઇ છે જેમાં 24 જવાનો દ્વારા આવતા જતા વાહનો પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. રતનપુર સીમા પર બે ચોકી બનાવાઇ છે જેમાં પ્રથમ પોસ્ટ પર ૭ જેટલા જવાનોને બુલેટપ્રુફ જેકેટ અપાયા છે, તો બીજી ચોકી પર અન્ય સાત જેટલાં જવાનો પ્રથમ ચોકી પર ચાલતી તપાસ પર નદર રાખશે. જો કોઇ અપ્રિય ઘટના ઘટે તો તુરંત જ બીજી ચોકી પર તૈનાત જવાનો એલર્ટ થઇ શકે.

publive-image

આઇબીના એલર્ટ વચ્ચે સુરક્ષા દળોએ દારૂ પકડી પાડ્યો. શામળાજી પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે જાબચિતરિયા ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરી પસાર થતી મારુતિ-૮૦૦ કારને અટકાવી કાર માંથી વિદેશીદારૂની બોટલ નંગ-૯૬ કીં.રૂ.૪૮૦૦૦/- સાથે હિંમતનગરના રાયકાનગર માં રહેતા જીતકુમાર ગણેશભાઇ રાણા (ભીલ) ની ધરપકડ કરી હતી કાર ચાલક ફરાર થઈ જતા કારની કીં.રૂ.૫૦૦૦૦/- મળી કુલ.રૂ.૯૮૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

ભવાનપુર ગામ નજીક શામળાજી પોલીસની નાકાબંધી જોઈ રોડ પર સ્કોર્પિઓ જીપનો ચાલક ગાડી રોડ નજીક રાખી નાસી છૂટતા શામળાજી પોલીસે સ્કોર્પિઓ જીપ (ગાડી.નં-GJ-01-RD-4975 ) માંથી વિદેશી દારૂ-બીયરના ટીન નંગ-૧૨૬૯ કીં.રૂ.૧૭૮૩૫૦/- નો જથ્થો જપ્ત કરી કારની કીં.રૂ.૫૦૦૦૦૦/- મળી કુલ.રૂ.૬,૭૮,૩૫૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર સ્કોર્પિઓ ગાડીના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisment