New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/O_P_RAWAT-EC.jpg)
ચૂંટણી કમિશનરે રાજકીય પાર્ટીઓ પર કટાક્ષ કરતા જણાવ્યુ હતુ કે હવે ચૂંટણીમાં જીતવું જ રાજકીય પક્ષો માટે અગત્યનું બની ગયુ છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભારે રાજકીય નાટક સર્જાયુ હતુ, અને ત્યાર બાદ પ્રથમ વખત ચૂંટણી કમિશનર ઓપી રાવતે વર્તમાન રાજકીય માહોલમાં નૈતિકતાનાં નવા માપદંડોને લઈને નિવેદન આપ્યું હતુ, અને જણાવ્યું હતુ કે કોઈ પણ ભોગે ચૂંટણી જીતવાનું વલણ વધી રહ્યું છે અને રાજકીય પાર્ટી કોઈ પણ ભોગે ચૂંટણી જીતવા માંગે છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે ચૂંટણીઓ નિષ્પક્ષ થાય છે ત્યારે લોકતંત્ર આગળ વધે છે, જોકે હવે સામાન્ય વ્યક્તિઓ એ સમજવા લાગ્યા છે કે ચૂંટણી જીતવાની સ્ક્રિપ્ટ અગાઉથી જ લખવામાં આવી રહી છે અને તમામ કિંમત પર ચૂંટણી જીતવી છે, જ્યાં નૈતિકતાને કોઈજ સ્થાન નથી.