/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-80.jpg)
શાળા શરૂ થયાને દસ દિવસ થવા છતાં RTEમાં એડમિશન મેળવનારા 56 વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ
રાજકોટમાં આરટીઈ અંતર્ગત શાળાઓમાં એડમિશન મુદ્દે સર્જાયેલા વિવાદમાં આજે વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. 56 વિધ્યાર્થીઓને આર.ટી.ઈ અંતર્ગત સેન્ટ મેરી સ્કુલમાં સરકારે એડમિશન આપ્યું હતું. પરંતુ સેન્ટ મેરી સ્કુલે લઘુમતિ પ્રમાણપત્ર અંગે હાઈકોર્ટમાં અરજી કરતા શાળા શરૂ થઈ જવા છતાં વિધ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે. આ સમગ્ર મામલે વાલીઓ દ્વારા કલેકટર કચેરી અને શિક્ષણાધિકારી કચેરીના છેલ્લા દોઢ મહિનાથી ધક્કા ખાય છે. આખરે ધક્કાથી કંટાળીને રોષે ભરાયેલ વાલીઓએ શિક્ષણાધિકારીની કચેરીમાં તોડફોડ કરી હતી.
રાજકોટની શિક્ષણાધિકારીની કચેરી ખાતે ધસી આવેલા વાલીઓએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. સાથે બાળકો પણ આવ્યા હતા. આ બાળકોને દોઢ મહિના પહેલા આર.ટી.ઈ અંતર્ગત શહેરની સેન્ટ મેરી સ્કુલમા એડમિશન તો મળી ગયું. પરંતુ લઘુમતિમાં આવતા હોવાનું જણાવી સ્કુલે હાઈકોર્ટમાં આ મામલે અરજી કરી છે. જેમાં છેલ્લા દોઢ મહિનાથી આ વિવાદ કોર્ટમાં જતા વાલીઓ ક્યારેક કલેકટર પાસે તો ક્યારેક શિક્ષણાધિકારીની કચેરીએ ધક્કો ખાતા હતા. દોઢ મહિના બાદ કોઈ પણ જાતનું નિરાકરણ ન આવતા વાલીઓ રોષે ભરાયા હતા. અને શિક્ષણાધિકારીની કચેરીમાં જઈને તોડફોડ કરી હતી.
એક વાલીએ આ અંગે જણાવ્યું હતું કે, અમે છેલ્લા કેટલાય સમયથી ક્યારેક કલેકટર પાસે તો ક્યારેક શિક્ષણાધિકારીની કચેરીએ ધક્કો ખાઈ રહ્યા છીએ. પરંતુ અમને હુજ સુધી કોઈ પણ જાતનુ સોલ્યુશન આપવામા નથી આવ્યુ. અમારા બાળકોને સેન્ટ મેરી સ્કુલ ન મળતી હોઈ તો કોઈ વાંધો નહી પરંતુ બીજી કોઈ સ્કુલમાં એડમિશન આપવામા આવે. છતાં આ બાબતે અમને કોઈ પણ જાતનો પ્રતિયુતર નથી મળતો.
આ સમગ્ર મામલે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જિલ્લા શિક્ષણ અધિકારી એમ.આર.સગારકાએ તમામ દોષનો ટોપલો અને કાર્યવાહી વડી કચેરી ઉપર ઢોળ્યો હતો. જેમાં કહ્યું હતું કે, આર.ટી.ઈની પ્રક્રિયા ઓનલાઈન હોઈ છે. જેમા સ્થાનિક કચેરીનો કોઈ રોલ હોતો નથી, અત્રેની કચેરીમા આવનાર રજૂઆત વડી કચેરીમા ફોરવર્ડ કરવામા આવી છે. ત્યાથી કોઈ જવાબ આપ્યા બાદ જ અત્રેની કચેરી કાર્યવાહી કરી શકશે. સાથોસાથ તોડફોડ કરનાર વાલીઓ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાવવી કે કેમ તે અંગે આગામી સમયમા નિર્ણય લેવાશે તેવું જણાવ્યું હતું.