રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની ઓળખ આપીને લોકોને લૂંટતા બે ભેજાબાજો ઝડપાયા

રાજકોટ માં ગોંડલ રોડ પર એક એનઆરઆઈ પરિવારની ઇનોવા કારને રોકીને પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની આપીને બેગની લૂંટ ચલાવીને ભાગવા જતા બે ભેજાબાજો આબાદ ઝડપાઈ ગયા હતા.
રાજકોટ ગોંડલ રોડ પરથી એક એનઆરઆઈ પરિવારની ઇનોવા કાર પસાર થઇ રહી હતી,તે દરમિયાન આ કારને બે શખ્સોએ પોલીસ ચેકીંગના બહાને રોકી હતી,અને પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી.કારમાંથી એક બેગની લૂંટ કરીને બંનેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો,જોકે એક સખ્શને લોકોએ ઝડપી લઈને પોલીસને હવાલે કરી દીધો હતો.
ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ કરીને ફરાર થઇ ગયેલા સખ્શને પણ ઝડપી લીધો હતો.પોલીસે રાજુ ભૂપત સાગર અને સુખદેવ પરમાર આ બંને સખ્શો ને જેલ ભેગા કરી દીધા છે.
બંનેની કામગીરી પર એનઆરઆઈ પરિવારને શંકા જતા ક્રાઇમ બ્રાન્ચ ની ઓળખ આપનાર રાજુ અને સુખદેવ પાસે ઓળખકાર્ડ માંગ્યુ હતુ પરંતુ પોતે હવે ફસાયા હોવાનું માલુમ પડતા બંનેએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
હાલ તો પોલીસે બંને ની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા ના ચક્રોગતિમાન કર્યા છે અને આજ પ્રકરની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને અન્ય કેટલા લોકોને ભોગ બનાવ્યા છે કે કેમ તેમજ તેઓના અન્યો સાથીદારો અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.