/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/sddefault-6.jpg)
૪૫ વિદેશી યુવતિઓ ગેરકાયદે સ્પા સેન્ટરમાં રહેતી હોવાનું સામે આવ્યુ
રાજકોટમાં ચાલતા સ્પા પર પોલીસે રેડ દરમિયાન ધરપકડ કરાયેલ યુવતીઓ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજકોટમાં ધરપકડ કરાયેલ ૪૫ માંથી ૭ યુવતી એવી છે જેણે સેક્સ ચેન્જ (લિંગ પરિવર્તન) કરાવ્યું હતું. તેનો જન્મ છોકરા તરીકે થયો હતો પરંતુ બાદમાં ઓપરેશન કરાવીને તે છોકરામાંથી છોકરીઓ બની હતી. થાઇલેન્ડની છ થી વધુ યુવતીઓએ પોતે જાતીય પરિવર્તન કરાવીને ભારતમાં બોડી મસાજના વ્યવસાય કરવા આવી હોવાનું બહાર આવ્યું હતું.
રાજકોટના સ્પામાં અનેક ગેરરીતીઓ ચાલતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. રાજકોટમાં 12 સ્પા સેંટરમાં ગેરરીતી ચાલતી હતી. ૪૫ વિદેશી યુવતિઓ ગેરકાયદે સ્પા સેન્ટરમાં રહેતી હોવાનું સામે આવ્યુ હતું. ૪૫ વિદેશી યુવતિઓમાંથી ૪૧ યુવતિઓ થાઈલેંડની છે. ૩ યુવતિઓ રશિયાની છે. જ્યારે ૧ યુવતિ કજાકિસ્તાનની છે.
તપાસ બાદ હવે માલુમ પડ્યું છે કે આ ૪૫ માંથી ૭ યુવતીએ લિંગ પરિવર્તન કરાવ્યું હતું. તેનો જન્મ છોકરા તરીકે થયો હતો પરંતુ બાદમાં ઓપરેશન કરાવીને તે છોકરામાંથી છોકરીઓ બની હતી. આ સમાચાર મીડિયામાં આવતા જ બોડી મસાજનો લાભ લેનાર રાજકોટના અનેક યુવકો વિચારતા થઈ ગયા હતા.
મહત્વની વાત એ છે કે આ તમામ યુવતિઓ ટુરિસ્ટ વીઝા પર આવી હતી અને તમામને સ્પા માલિકોએ નોકરી પર રાખી લીધી હતી. સ્પાના રજિસ્ટ્રેશનમાં પણ અનેક ગોટાળા સામે આવ્યા છે. પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ અંગે પણ તપાસ કરી હતી. પોલીસે કાલાવડ રોડ પર તપસ સ્પા, ક્રિસ્ટલ મોલમા દેન હેવન સ્પા, ગુરૂકૃપા કોમ્પલેક્ષમાં આત્મીયા સ્પા, નિર્મલા રોડ પર ગોલ્ડ સ્પા પર તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત પણ પોલીસે અન્ય સ્પા પર તપાસ હાથ ધરી હતી.