New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/406cafd2-7bfe-4969-a87c-f6fa8f66c6ed.jpg)
રાજકોટમાં પત્નીની હત્યાનાં ગુનામાં પેરોલ ઉપર છુટેલા બનેવીનું કારમાં અપહરણ કરીને ત્રણ સાળાઓ એ છરીનાં ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
રાજકોટમાં પોતાની પત્નીની હત્યાના ગુનામાં પેરોલ ઉપર રવિ વડેચા છુટીને આવ્યો હતો. જોકે બહેનનાં હત્યારાને મોતને ઘાટ ઉતારીને વેર વાળવાના મનસૂબા સાથે જ કારમાં તેઓનું અપહરણ કરી ત્રણ સાળાઓએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા.રવિ વડેચાનું કારમાં તેના સાળા હર્ષદ, પ્રશાંત અને રુચિએ અપહરણ કરીને રસ્તામાં છરીના ઘા જીકી હત્યા કરી કારને યુનિવર્સિટી રોડ પુષ્કરધામ સોસાયટી નજીક છોડીને ફરાર થઇ ગયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો, અને માલવિયા પોલીસે ત્રણેય પૈકી એકની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.