New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-13.jpg)
આગામી તારીખ 13મી ઓગષ્ટ થી રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્રનો લોકમેળો શરૂ થશે. આ વખતે લોકમેળાની થિમ સ્માર્ટ સીટીના કન્સેપ્ટ પર રાખવામાં આવી છે. જેમાં કેશલેસ સીસ્ટમ થી લઈ ભિમ એપ સુધીની માહિતી લોકોને આપવામાં આવશે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલુથી અત્યાર સુધીમાં 50 દર્દીઓના મોત નિપજ્યા છે. અને ભીડ હોય ત્યાં આ પ્રકારનો રોગ વધુ પ્રસરતો હોય છે. ત્યારે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડે જણાવ્યુ હતુ કે સ્વાઈન ફલુના ખતરાને લઈ તંત્ર સજાગ છે. લોક મેળાની અંદર દવાનો છંટકાવ કરવો તેમજ મેડિસીન પણ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ લોકોને ફિલ્મ બતાવીને લોકોને જાગૃત પણ કરવામાં આવશે.