Top
Connect Gujarat

રાજકોટમાં સીટી બસની અડફેટે 12વર્ષનાં બાળકનાં મોત બાદ ઉશ્કેરાયેલા લોકોએ ડ્રાઈવરની કરી ધુલાય

રાજકોટમાં સીટી બસની અડફેટે 12વર્ષનાં બાળકનાં મોત બાદ ઉશ્કેરાયેલા લોકોએ ડ્રાઈવરની કરી ધુલાય
X

રાજકોટ શહેરમાં એક તરફ મહાનગર પાલિકાએ લોકોની સુખાકારી માટે માસ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી છે. ત્યારે માસ ટ્રાન્સપોર્ટનાં સંચાલકો પોતે રાજકોટનાં રસ્તા પર પોતાનું રાજ હોય તે રીતે સીટી બસો હંકારી રહ્યા છે.

રાજકોટ સીટી બસની અડફેટે 12 વર્ષનાં માસુમ બાળકનું કરુણ મોત નિપજતા લોકો રોષે ભરાયા હતા. શહેરનાં આમ્રપાલી ફાટક પાસે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા ગૌરાંગ તાવીયા સ્કૂલે જતો હતો તે વેળાએ માતેલા સાંઢની જેમ બેફામ બનેલી સીટી બસનાં ચાલકે આ માસુમને અડફેટે લીધો હતો અને પાંચ ફૂટ જેટલો ઢસડ્યો હતો.

સર્જાયેલા અકસ્માતમાં બાળકને માથામાં ગંભીર ઇજા થતાં સ્થાનિક લોકો દ્વારા 108ને બોલાવી તેને હોસ્પિટલે ખસેડયો હતો અને બાળકનાં ગળામાં રહેલા ઓળખળ કાર્ડ પરથી પરિવારજનોને સંપર્ક કરી જાણ કરવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન માસુમ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા.

અકસ્માતને પગલે રોષે ભરાયેલા લોકોએ માસુમને બસની અડફેટે લેનાર સીટી બસ પર પથ્થરમારો કર્યો હતો અને બસ ચાલકને નીચે ઉતારી ઢોર માર મારવામાં આવ્યો હતો.

Next Story
Share it