રાજકોટમાં તારીખ 18મી ની  રાત્રે 8 વાગ્યે ખંઢેરી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્ઝર્સ  બેંગલોર અને ટીમ ગુજરાત લાયન્સ વચ્ચે IPL નો મુકાબલો યોજાવાનો છે.ત્યારે RCB ની ટીમનું  એરપોર્ટ પર આગમન થતા ઉમળકાભેર સ્વાગત કરવામાં  આવ્યુ હતુ.

રાજકોટ એરપોર્ટ પર વિરાટ કોહલીની એક ઝલક  જોવા માટે તેના ફેન્સ પણ હાજર રહ્યા હતા. ખંઢેરી સ્ટેડિયમ ખાતે રાત્રે 8 વાગ્યે ગુજરાત લાયન્સ અને RCB વચ્ચે મેચનો જંગ જામશે.

રાજકોટ એરપોર્ટથી RCB ના  ખેલાડીઓ શહેરની ફોર્ચ્યુન  હોટલ ખાતે ગયા હતા. જ્યાં  તેમનુ સ્વાગત કરાયુ હતુ. તો ત્યારબાદ ક્રિસ ગેઈલે પોતાના રૂમમાં પહોંચતા એક સેલ્ફી વિડીયો  લીધો હતો. જેમાં તેણે પોતાની ખુશી વ્યક્ત કરીને રાજકોટ ને થેન્ક્યુ કહ્યુ હતુ.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here