રાજકોટ:હવે ઈ-મેમોથી બચવા નહીં ચાલે કોઈપણ કિમિયા, નંબર પ્લેટ સાથે ચેડા કરતા ઝડપાશે તો વાહન થશે ડિટેઇન

0
454

૧ નવેમ્બર 2019 થી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હેલ્મેટનો કાયદા અમલમાં આવ્યો છે. ત્યારે નવા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત વાહનચાલકોને જુદા જુદા ટ્રાફિક નિયમના ભંગ બદલ તોતિંગ દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

માત્ર રાજકોટ ની વાત કરવામાં આવે તો રાજકોટ પોલીસે ૧ જાન્યુઆરી 2019 થી લઈ ૧૬ નવેમ્બર 2019 સુધીમાં 2,88,845 વાહનચાલકોને દંડ ફટકાર્યો છે. ત્યારે આ તમામ વાહનચાલકો પાસેથી સાત કરોડ તેર લાખથી પણ વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી રાજકોટવાસીઓ જુદા જુદા કીમિયા અપનાવતા થયા છે.

જેમાં કેટલાક વાહનચાલકો પોતાના જૂના વાહનો ની નંબર પ્લેટ કાઢી રહ્યા છે. તો કેટલાક લોકો પોતાના વાહનમાં લાગેલી નંબર પ્લેટ ને વાળીને સીસીટીવી કેમેરા દ્વારા સ્પષ્ટપણે વાહનના નંબર ન જાણી શકાય તે પ્રકારના કિયા અપનાવી રહ્યા છે. આ સમગ્ર બાબતની જાણ આરટીઓ અને રાજકોટ પોલીસને થતાં હવે બંને એક્શન મોડમાં આવી ચૂક્યા છે. ત્યારે આગામી સમયમાં જો કોઈપણ વાહન ચાલક આ પ્રકારનું કૃત્ય કરતાં જણાશે તો તેના વાહન ડીટેઇન કરવા સુધીની પ્રક્રિયા આરટીઓ તેમજ રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here