રાજકોટ આજીડેમ પોલીસ સાથે ગેરવર્તણુંક કરવા બદલ કોંગી મહિલા કોર્પોરેટર સહિત ૩૭ શખ્સો સામે નોંધાયો ગુનો

New Update
રાજકોટ આજીડેમ પોલીસ સાથે ગેરવર્તણુંક કરવા બદલ કોંગી મહિલા કોર્પોરેટર સહિત ૩૭ શખ્સો સામે નોંધાયો ગુનો
  • વોર્ડ નંબર ૧૮ના મહિલા કોર્પોરેટર મેનાબેન જાદવ સહિત ૩૭ વ્યક્તિ વિરુધ નામજોગ ફરિયાદ દાખલ
  • વોર્ડ નંબર ૧૮ના કોર્પોરેટર સહિતનુ ટોળુ પોલીસ સ્ટેશને રજુઆત માટે પહોંચ્યુ
  • પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠી ચાર્જ કર્યો
  • ફરિયાદમા પોલીસને ગાળો આપવી, ઉશકરેણી જનક ભાષાનુ ઉચ્ચારણ અને પોલીસ કોન્સટેબલનો શર્ટ ફાડી નાખવાની બાબતનો ઉલ્લેખ

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશને શુક્રવારના રોજ પોલીસ સાથે થયેલ ગેરવર્તણુંક મામલે વોર્ડ નંબર ૧૮ના મહિલા કોર્પોરેટર મેનાબેન જાદવ સહિત ૩૭ વ્યક્તિ વિરુધ નામજોગ ફરિયાદ દાખલ કરવામા આવી છે. પોલીસે દાખલ કરેલ ફરિયાદમા પોલીસને ગાળો આપવી, ઉશકરેણી જનક ભાષાનુ ઉચ્ચારણ અને પોલીસ કોન્સટેબલનો શર્ટ ફાડી નાખવાની બાબતનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટના આજી ડેમ પોલીસ વિસ્તારમાં એક યુવતીનું અપહરણનો ગુનો દાખલ થયો હતો. જે અંતર્ગત આજી ડેમ પાસે એક શખ્સને ઉઠાવી લીધો હતો. જેને છોડાવવા માટે વોર્ડ નંબર ૧૮ના કોર્પોરેટર સહિતનુ ટોળુ પોલીસ સ્ટેશને રજુઆત માટે પહોંચ્યુ હતું. જે બાદ પરિસ્થિતી વણસતા ટોળાએ ધમાલ મચાવી હતી. તો સાથે જ પોલીસ સ્ટેશન ઉપર પથ્થર પણ ઝીંકયો હતો. તો બાદમા પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠી ચાર્જ કર્યો હતો.

Read the Next Article

સાપુતારા: ચેઈન ચોરી કરનાર 2 આરોપીને સીસીટીવીના આધારે ઝડપી પાડતી પોલીસ

સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો જન્માષ્ટમીના દિવસે સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

New Update
Saputara Police

ડાંગના સાપુતારા ખાતે જન્માષ્ટમીના દિવસે સુરતના એક પરિવારની ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. ગીરીમથક સાપુતારા ખાતે ટૂંકા વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોતા જન્માષ્ટમીને દિવસે સુરતનો એક પરિવાર સાપુતારા ખાતે ફરવા આવ્યો હતો. સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

ભોગ બનનારા સુરતના પરિવારના રાજેશ કથીરિયાએ સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી સાપુતારા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક અસરથી જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસે સીસીટીવી તેમજ એન્ટી હુમન સોર્સના માધ્યમથી ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીની કડક સઘન પૂછપરછ કરવામાં આવતા બંને આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી.સાપુતારા પોલીસે 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આ બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.

Latest Stories