/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/IMG-20170814-WA0004.jpg)
રાજકોટમાં લોકપ્રિય મેળાની શરૂઆત થતાંજ વાઈબ્રન્ટ મેળાની મોજ માણવા માટે મોટી સંખ્યમાં લોકો ઉમટી રહ્યા છે. ત્યારે મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યુ છે, અને મેળામાં ખાણીપીણીનાં સ્ટોલો પર ચેકિંગ હાથધરીને અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કર્યો હતો.
મંગળવારે લોકમેળાનાં બીજા દિવસે વહેલી સવારથી જ બહાર ગામના લોકોએ મેળાની મુલાકાત લેવાની શરૂઆત કરી હતી. તો બીજી તરફ સવારના 10 : 45 કલાકે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના નાયબ આયોગ્ય અધિકારી પંકજ રાઠોડ અને તેમની ટીમ દ્વારા મેળામાં શરૂ કરવામાં આવેલ ખાણીપીણીના સ્ટોલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.
આ ચેકિંગ દરમિયાન વાસી તેમજ અખાદ્ય પ્રકારનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તો કેટલાક વેપારીઓએ ખાણીપીણીનું લાઈસન્સ વગર ધંધો શરૂ કર્યો હતો તેમને સ્થળ પર જ ફિ વસુલી લાઈસન્સ આપવામાં આવ્યા હતા.