/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/Rajkot-Collector-Dr.-Vikrant-Pande.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીના અમલ બાદ કેશલેસ વ્યવહારને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ તમામ જિલ્લા કલેક્ટરોને આ અંગે લોક જાગૃતતા અર્થે વિવિધ કાર્યક્રમો કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
રાજકોટના કલેકટર ડો.વિક્રાંત પાંડે દ્વારા કેશલેસ સંદર્ભે સર્વશ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હતી. ડો.વિક્રાંત પાંડેએ આ અંગે લોક જાગૃતતા અર્થે વિવિધ સેમિનાર યોજ્યા હતા. ઉપરાંત ગામડાઓમાં પણ કાર્યક્રમો યોજ્યા હતા, જયારે બેંકોમાં ખાસ કાઉન્ટરો શરૂ કરવા સહિત સરકારી અધિકારીઓ, વેપારીઓ સાથે સેમિનાર યોજીને લોક જાગૃતતા અર્થે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હતી.
રાજકોટ કલેકટર ડો.વિક્રાંત પાંડેની આ કામગીરી બદલ તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.