રાજકોટ ક્રાઇમબ્રાંન્ચે ૮,૩૫,૨૦૦ના વિદેશી દારૂ વહન કરતી ટ્રક સાથે બેની કરી અટકાયત

New Update
રાજકોટ ક્રાઇમબ્રાંન્ચે ૮,૩૫,૨૦૦ના વિદેશી દારૂ વહન કરતી ટ્રક સાથે બેની કરી અટકાયત

આજ રોજ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જેસીપી ચૌધરી તથા ડીસીપી ઝોન વન સૌની તથા ડીસીપી ઝોન ટુ જાડેજાની સુચના અને માર્ગદર્શન મુજબ દારૂની બદીને ડામવાના હેતુ થી ક્રાઈમ બ્રાન્ચ એસીપી સરવૈયા તથા ક્રાઈમ બ્રાંચ પીએસઆઈ ધાંધલીયા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા.

publive-image

દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલની બાતમી હકીકત આધારે રાજસ્થાન પાસિંગની ટ્રક નંબર RJ07GA8591ના ડ્રાઇવર આસુ સિંહ હનુમાન સિંહ ભાટી તથા કંડકટર આસુ કરણી સિંહ રાઠોડ નાઓને કુલ 228 પેટી તથા 48 નંગ પ્લાસ્ટિકની થેલીમાં એમ કુલ 2784 નંગ એપિસોડની ભારતીય બનાવટના વિદેશી દારૂ જેની કિંમત 8,35,200/- તથા ટ્રકની કિંમત દસ લાખ સાથે ઝડપી લઇ કુલ મુદ્દામાલ 18,35,200 કબજે કરી પૂછપરછ કરતા પોતે આ માલ બિકાનેરના કિશનસિંહ પાસેથી લઈ રાજકોટ ખાતે ચતુર શીવાભાઈ પલાળીયા નવું આપવાનો હતો તેવી કબુલાત આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

Read the Next Article

જુનાગઢ : કુખ્યાત કાળા દેવરાજ રબારીને દબોચી લેતી પોલીસ, ગુજસીટોક હેઠળ પોલીસે કરી હતી કાર્યવાહી

જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજને આખરે પોલીસે દબોચી લીધો હતો.107 જેટલા ગુન્હાઓને અંજામ આપનાર આ આરોપી સામે પોલીસે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરી હતી.

New Update
  • જૂનાગઢમાં ગુન્હાઓની સર્જી હતી હારમાળા

  • કુખ્યાત આરોપીની ધરપકડ કરતી પોલીસ

  • કાળા દેવરાજ પર નોંધાઈ ચુક્યા હતા 107 ગુન્હા

  • પોલીસે ગુજસીટોકની પણ કરી હતી કાર્યવાહી

  • પોલીસને આરોપીની ધરપકડમાં મળી સફળતા 

જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજને આખરે પોલીસે દબોચી લીધો હતો.107 જેટલા ગુન્હાઓને અંજામ આપનાર આ આરોપી સામે પોલીસે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરી હતી.

જૂનાગઢમાં ગુન્હાહિત પ્રવૃતો થકી આતંક મચાવનાર કાળા દેવરાજની આખરે પોલીસે ધરપકડ કરી હતી.કાળા દેવરાજ પર 107 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે.આ ઉપરાંત પોલીસ દ્વારા આરોપી સામે ગુજસીટોક હેઠળ પણ ગુન્હો દર્જ કરવામાં આવ્યો હતો.અને તેના ગેરકાયદેરસર ઘર અને ફાર્મ હાઉસ સામે બુલડોઝર કાર્યવાહી કરીને તોડી પાડવામાં આવ્યા હતા.જૂનગાઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જ્યારે તપાસ અર્થે આરોપી કાળા દેવરાજના ઘરે ગઈ હતી,ત્યારે તેના પરિવાર દ્વારા પોલીસનો વિડીયો બનાવીને ઉશ્કેરણી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.અને પોલીસનો વિડીયો બનાવીને પોલીસ પર રૂપિયા માંગવાનો આક્ષેપ પણ કર્યો હતો.આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસ દ્વારા આરોપીના પરિવાર સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.