/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-414.jpg)
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ઓગસ્ટ 2017માં આઇવે પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો લોકો કાયદાનું પાલન કરે તે માટે ઈ-મેમોની શરૂઆત કરવામાં આવી હતી. બે વર્ષમાં 3 લાખથી વધુ ઈ-મેમો મોકલીને 5 કરોડથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ વ્રોન્ગ સાઈડ ભંગ સબબ ઈ-મેમો ઇસ્યુ કરવમાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં આઈ-વે પ્રોજેક્ટ અંતર્ગત ઓગસ્ટ 2017માં શહેર સીસીટીવી કેમેરાથી સજ્જ થઇ ગયું છે. ત્યારથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પોલીસ તંત્ર દ્વારા કંટ્રોલરૂમમાં બેઠા બેઠા બાજનજર રાખવામાં આવી રહી છે. લોકો કાયદાનું પાલન કરતા થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં હમ નહિ સુધરેંગે તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. ઓગસ્ટ 2017થી આઈ-વે પ્રોજેક્ટ શરુ થયા બાદ બે વર્ષમાં 3 લાખથી વધુ વાહનચાલકોને ઈ મેમો ઇસ્યુ કરીને અધધ 5 કરોડ રૂપિયા જેટલો દંડ વસુલ કરી લેવામાં આવ્યો છે. સૌથી વધુ લોકો વ્રોન્ગ સાઈડમાં વાહનો લઈને ઘુસી જતા હોય તેવા વાહનચાલકોને વધુ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે શરૂઆતમાં માત્ર દૈનિક 100થી 200 જ મેમો ઇસ્યુ થતા જે આજે વધીને દરરોજ 3 થી 4 હજાર મેમો સુધી પહોંચી ગયું છે.