રાજકોટ: મહાનગરપાલિકા નિર્મિત આવાસ યોજનામા હાથ ધરાયું ચેકિંગ

New Update
રાજકોટ: મહાનગરપાલિકા નિર્મિત આવાસ યોજનામા હાથ ધરાયું ચેકિંગ

રાજકોટ મહાનગર પાલિકા નિર્મિત આવાસ યોજનામાં આજે સવારે અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. આવાસ યોજનામાં લાભાર્થીઓ દ્વારા આવાસને ભાડે આપવામાં આવતા હોવાની ફરિયાદ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીને મળતા આજે આવાસ યોજનામાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

જેને લઇ આજ રોજ વિજિલન્સ પોલીસ, આવાસ યોજના ટિમ અને માનપાના અધિકારીઓ સાથે મળી તપાસ હાથ ધરી હતી.જેમાં લાભાર્થીઓ આવાસ માં રહે છે કે ભાડે આપે છે તેની ખરાઈ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૨૦ થી વધુ જગ્યા પર લાભાર્થીના બદલે ભાડુઆત રહેતા હોવાનું સામે આવ્યું હતું. જે તમામ ને નોટિસ પાઠવવામા આવી છે. જેનો યોગ્ય જવાબ નહીં આપે તો તમામના આવાસ રદ કરવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.