Connect Gujarat
ગુજરાત

રાજકોટ : મહિલા ASI એ કોન્સ્ટેબલ રવિરાજ સિંહની હત્યા કરી, બાદમાં રવિરાજના ખોળામાં માથું મૂકી કર્યો આપઘાત

રાજકોટ : મહિલા ASI એ કોન્સ્ટેબલ રવિરાજ સિંહની હત્યા કરી, બાદમાં રવિરાજના ખોળામાં માથું મૂકી કર્યો આપઘાત
X

રાજકોટમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા મહીલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલની ગોળી ધરબાયેલી હાલતમાં મળી આવેલી લાશ પ્રકરણમાં અંતે આજે ફોરેન્સીક રીપોર્ટના આધારે ધડાકાો થયો છે. જેમાં પૂર્વનુમાન મુજબ જ ગોળી ધરબી હત્યા કર્યા બાદ જાતે ફાયરીંગ કર્યાની મર્ડર સ્યુસાઇડ મીસ્ટ્રી બહાર આવી છે. પરંતુ તેમાં લોક ચર્ચા મુજબ અને પૂર્વાનુમાનથી વિપરીત રીતે હત્યા અને આત્મહત્યા નો બનાવ બનવાનું ખુલાસો મહીલા એએસઆઇએ પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધાનો સનસની ખેજ ધડાકો ફોરેન્સીક રીપોર્ટના આધાર પોલીસે કર્યો છે.

આ અતિ ચકચારી ધટનાની વિગતો જોઇએ તો ગત તા.11 જુલાઇના રોજ રાજકોટના નવા 1પ0 ફુટ રીંગ રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડની પંડીત દિન દયાળ આવાસ યોજનાના કવાર્ટર નંબર 401 માંથી રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહીલા એએસઆઇ ખુશ્બુબેન રાજેશભાઇ કાનાબાર અને આજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા (રે. રાજકોટ) નામના પોલીસ કોન્સ્ટેબલની ગોળીથી વિધાયેલી હાલતમાં બંધ કવાર્ટરમાંથી લાશ મળી આવી હતી

સતત ચાર દિવસ સુધી દરરોજ ચાલેલી અનેક વિવિધ અટકળોમાં બનાવ હત્યા બની અને આત્મહત્યાનો હોવાનું ચર્ચાઇ રહ્યું હતુઁ. પરંતુ કોેણે કોની હત્યા કરી આપઘાત કર્યો તે અંગેની મોટાભાગે રવિરાજસિંહે ખુશ્બુની હત્યા કરી આપઘાત વહોરી લીધાનું મોટાભાગે અનુમાથી લગાવાઇ રહ્યું હતું.

પરંતુ જે તે સમયે ફોરેન્સીક નિષ્ણાંત દ્વારા રીવોલ્વર પરથી લેવાયેલા ફિંગર પ્રિન્ટ બન્નેના મૃતદેહો તથા કપડા પરથી પૃથ્થકરણ માટે મોકલી દેવામાં આવ્યા હતા. સહજ રીતે જ કોઇપણ પ્રકારની ક્રાઇમની ધટનામાં ફોરેન્સી રીપોર્ટ એકાદ અઠવાડીયામાં આવતો હોય છે તો મુજબ આ ધટનાનો પણ આજે રીપોર્ટ આવ્યો હતો. આ દરમ્યાન બનાવ અંગે રોજબરોજ નવા નવા માઘ્યોમાં ચમકતા રહ્યા હતા.

દરમિયાન આજરોજ આ બનાવ નો ફોરેન્સીક રીપોર્ટ આવતા દુધનું દુધ અને પાણીનું પાણી થઇ ગયું હતું. જે મુજબ મહીલા એેઅસઆઇ ખુશ્બુકાનાબારે બનાવના દિવસે કોઇપણ બાબતે ઝગડો થતા રવિરાજસિંહ ની પોતાની રીવોલ્વરથી ગોળી ધરબી હત્યા કરી નાખી હતી. બાદમાં રવિરાજસિંહના ગોળી ધરબાયેલા ભાગમાંથી લોહી નીકળતું રોકવા ઓશીકાથી દબાવવાની ઘણી જ કોશીષ કરી હતી પણ લોહી નીકળતું બંધ થયું હતું નહી.

બાદ રવિરાજ સિંહનો મૃતદેેહના ખોળામાં પોતે પણ માથુ રાખી પોતાના માથમાં પોતાના જ રીવોલ્વરથી ખુશ્બુ કાનાબારે જાતે આત્મહત્યા કરી લીધી હોવાનું હાલતમાં પુરાવાના આધારે પોલીસે પુરવાર કર્યુ છે.

ફોરેન્સીક રિપોર્ટ અનુસાર રીવોલ્વર પર માત્ર ખુશ્બુના જ ફિંગર પ્રીન્ટ મલ્યા હતા. તો ખુશ્બુની શરીર પાસેન ગન પાવડર મળી આવતા ખુશ્બુએ જ ફાયરીંગ કર્યાનું ખુલ્યું હતું.

આ સિવાય પોલીસ દ્વારા લેવામા આવેલા પુરાવા નિવેદનમાં ખાસ કરીને 108 ની ટીમ દ્વારા ધટના સ્થળે પહોચતા ખુશ્બુના હાથમાં રીવોલ્વર જોવા મળી હોવાની 108ના તબીબે નીવેદન નોંધાવાયું હતું.

આ સિવાય ખુશ્બુને ફલેટમાં ભાડે રહેતી હતી તે બનાવ વાળા ફલેટની બાજુમાં જ મીસ્ત્રી કામ ચાલુ હતું તે મિસ્ત્રી કારીગરોના નિવેદનો, દરવાજો ખોલી ફલેટમાં પ્રથમ જનારાના નિવેદનો સીસી ટીવી કુટેજ, આવાસ યોજનામાં રહેતા અન્ય માણસોના નિવેદનોને પુરાવાના આધારે પોલીસે આ ધટનાનો ભેદ ઉકેલયા કરી હતી વળી મરણ જનાર મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહના કોલ ડીટેઇન કરાવવા સહીતના બાબતોના આધારે ગુનાનો ભેદ ઉકેલવા કરેલી કોશિષ બાદ ફોરેન્સીક પી.એમ. અને રીપોર્ટના આધારે હત્યા બાદ સ્યુસાઇડની મીસ્ટ્રી બહાર આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં મહિલા એએઇઆઇ ખુશ્બુ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિહ વચ્ચે નવ માસથી પ્રેમ સંબંધ હોવાનું અને બન્નેનો પરિવારજનો પણ આ બાબતથી વાકેફ હોવાથી બન્ને વચ્ચે અવાર નવાર ઝગડા થતા રહેતા હતા અને બનાવનાં દિવસે પણ ઝગડો થયા બાદ બોલાચાલીમાં ખુશ્બુએ આક્રમક વલણ અપનાવ્યું હશે અને ખુશ્બુએ રવિરાજસિંહને ગોળી ધરબી હત્યા કરી નાંખી બાદમાં પોતે પણ પોતાની રીવોલ્વરમાંથી જ ગોળીધરબી બાદમાં હત્યા વહોરી લીધી હોવાનું અનુમાન લગાવી ગુનાઓ ભેદ પોલીસે ઉકેલ્યો છે.

આ તમામ વિગતો ડીસીપી ઝોન-ર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વર્ણવી હતી.

ચાર રાઉન્ડ ફાયરીંગમાં એએસઆઇ અને કોન્સ્ટેબલનું થયું મોત

રાજકોટમાં છએક દિવસ પૂર્વે બનેલી ચકચારી ધટનામાં એસઆઇ ખુશ્બુ કાનાબારે પ્રેમી પોલીસ કોન્સ્ટેબલ રવિરાજિંસંહ જાડેજા ઉપર એક રાઉન્ડ ફાયરીંગ કરી રવિરાજસિંહ જાડેજાની હત્યા કરી હતી. બાદમાં રવિરાજસિંહના શરીરમાંથી નીકળી રહેલા લોહીને રોકવા એએસઆઇ ખુશ્બુ કાનાબારે ઓશિકાથી પ્રયાસ કયો હતો. બાદમાં બે રાઉન્ડ મીસ ફાયરીંગ કર્યુ હતું. અને અંતે એઅસઆઇ ખુશ્બુ કાનાબારે પ્રેમી પોલીસ કોન્સ્ટેબલ સામે ગોઠણભર બેસી પોતાના પર ફાયરીંગ કરી આપઘાત કરી લીધો હતો. ચાર રાઉન્ડ ફાયરીંગમાં બન્ને પોલીસ કર્મીઓના મોત નિપજયા હતા.

મુંબઇ ફરવા ગયા ત્યારે બન્ને વચ્ચે ઝડઘો થતાં એએસઆઇ કુછડીયાએ સમાનધાન કરાવ્યું હતું

આ બનાવ અગાઉ મૃતક એએસઆઇ ખુશ્બુ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા તેમજ એએસઆઇ વિવેક કુછડીયાનો પરિવાર મુંબઇ સહીત સાથે ફરવા ગયો હતો. મુંબઇમાં હતા ત્યારે રવિરાજસિંહ ફોનમાં તેની પત્નીનો ફોન આવતા ખુશ્બુ કાનાબાર અને રવિરાજસિંહ જાડેજા વચ્ચે ઝઘડો થયો હતો. સાથે ફરવા ગયેલા એએસઆઇ વિવેક કુછડીયાએ બન્ને સમજાવી મુંબઇમાં જ બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હોવાનું એએસઆઇ વિવેક કુછડીયાની પુછતાછમાં જાણવા મળ્યું હતું.

પીસ્તોલ પરથી માત્ર ખુશ્બુના ફિંગર પ્રિન્ટ મળ્યા

રાજકોટમા નવા દોઢસો ફુટ રીંગ રોડ પર પંડીત દિનદયાળ આવાસ યોજનાના કવાર્ટરમાંથી ચારેક દિવસ પૂર્વે મળેલી મહીલા એસએસઆઇ ખુશબુ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની ગોળી ધરબી દેવાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં કોને કોની હત્યા અને કોને આપઘાત કર્યો તે રહસ્ય ગુચવાયુઁ હતું. પરંતુ એફએસએલના રિપોર્ટમાં માત્ર પિસ્તોલ પરથી ખુશ્બુ કાનાબારના જ ફિંગર પ્રિન્ટ મળી આવ્યા હતા. તેથી ખુશ્બુએ રવિરાજસિંહની હત્યા કરી આપઘાત વહોરી લીધો હોવાનું સામે આવ્યું છે.

એએસઆઇ ખુશ્બુ અને પી.સી. રવિરાજસિંહ વચ્ચે છેેલ્લા નવેક વર્ષથી પ્રેમ સંબંધ હતો.

યુનિવર્સિટી પોલીસ મથકમાં સાથે ફરજ બજાવતા એએસઆઇ ખુશ્બુ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા નવેક માસથી એક બીજાના ગળાડૂબ પ્રેમમાં પડયા હોવાનું જાણવા મળ્યું છુ. પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ પરિણીત હતો અને ખુશ્બુ કાનાબાર અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. સાથે ફરજ બજાવતા હોવાથી બન્ને વચ્ચે આંખ મળી જતાં બન્ને વચ્ચે છેલ્લા નવેક માસથી પ્રેમ સંબંધ બંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

બનાવના આગલા દિવસે ખરીદી કરવા જતી વેળાએ એએસઆઇ કુછડીયાએ ખુશ્બુના ઘરે પિસ્તોલ રાખી હતી.

પોલીસ કોન્સ્ટેબલની હત્યા અને એએસઆઇ ની આત્માહત્યાની ઘટનાના આગલા દિવસે જ એસએસઆઇ વિવેક કુછડીયા તેના પરિવાર સાથે એએસઆઇ ખુશ્બુ કાનાબારના ઘરે ગયો હતો. બાદમાં ખુશ્બુ કાનાબાર, રવિરાજસિંહ જાડેજા અને વિવેક કુછડીયાનો પરિવાર ખરીદી કરવા સાથે ગયા હતા. ત્યારે વિવેક કુછડીયાએ પોતાની પિસ્તોલ સાથે જ લઇ જવી હોવાથી ખુશ્બુ કાનાબારના ઘરે રાખી હતી. બીજા દિવસે હત્યા આપઘાતનો બનાવ બનતા જ એએસઆઇ કુછડીયાએ પોતાની પીસ્તોલ ખુશ્બુના ઘરે રાખી હોવાી પોલીસને જાણ કરી હતી.

મૃતક પોલીસ કોન્સ્ટેબલ જાડેજાના પરિવારની ફરીયાદ લેવા તજવીજ

પ્રેમ પ્રેકરણમાં પ્રેમી પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા ઉપર ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારનાર એએસઆઇ ખુશ્બુ કાનાબારે પોતાના ઉપર ફાયરીંગ કરી આપઘાત વહોરી લીધો હતો. આ દિવસ બાદ રહસ્ય અકબંધ રહયા બાદ એફએસએલનો રીપોર્ટ આવતા મહીલા એએસઆઇ ખુશ્બુ કાનાબારે પોલીસ કોન્સ્ટેબલ પ્રેમી રવિરાજસિંહની હત્યા કરી આપઘાત કરી લીધો હોવાનું ખુલ્યું છે. પોલીસે મૃતક રવિરાજસિંહ ના પરિવારની ફરીયાદ લેવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ કોન્સ્ટેબલ રોજ રાત્રે 9.30 થી 3 વાગ્યા સુધી ખુશ્બૂ ના ફ્લેટ પર રહેતો હતો

રવિરાજસિંહ દરરોજ પ્રૈમિકા ખુશ્બુને મળવા રાત્રીના સાડા નવ દશ વાગ્યાના અરસામાં આવતો અને બાદમાં અઢ ત્રણ વાયે પરત ફરતો હતો હત્યા આપઘાતની ઘટનાથી કોલ ડીટેઇલના આધારે રવિરાજસિંહ દરરોજ ખુશ્બુના ઘરેથી જતો રહેતો ત્યારે બન્ને વચ્ચે રકઝક થતી હોવાની મેસેજમાંથી માહીતી મળી હતી જે દિવસે. ઘટના બની તે દિવસે પણ રવિરાજસિંહ જાડેજાને ઘરે જવાના સમયે બન્ને વચ્ચે ઝઘડો થતા ખુશ્બુએ ફાયરીંગ કરી હત્યા અને આપઘાતની ધટનાને અંજામ આપ્યો હોય તેવી વાત સામે આવી છે.

Next Story
Share it