Top
Connect Gujarat

રાજકોટ માંથી મોબાઈલ ચોર બિહારી ગેંગને દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ

રાજકોટ માંથી મોબાઈલ ચોર બિહારી ગેંગને દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ
X

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પોલીસે મોબાઈલ ચોરતી બિહારી ગેંગના 6 શખ્સોની ધરપકડ કરી હતી. આ ગેંગ હોટલમાં રોકાયને મોબાઈલની દુકાનોમાં રેકી કરીને ચોરીને અંજામ આપતી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતુ.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે રાજકોટના ડો. યાજ્ઞીક રોડ પર કેટલાક શંકાસ્પદ શખ્સો આંટા ફેરા કરી રહ્યા છે. તેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે શંકાસ્પદ રીતે ફરતા શખ્સોની પુછપરછ કરતા તેઓ પોલીસને યોગ્ય પ્રત્યોત્તર આપી શક્યા નહોતા. અને પોલીસ સમક્ષ મોબાઈલ ચોરીની કબુલાત કરી હતી. અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બસીર ઉર્ફે રાજુ જહીરભાઈ દેવાન, સલીમ આલમ પિયાજી દુબે, અસલમ જહુરભાઈ દેવાન,

નઈમ મુન્નાભાઈ દેવાન, ફીરોઝ મૈનુલભાઈ દેવાન, વિક્રમશા ચીતનશા શાહના ઓ ની રોકડ મુદ્દામાલ 46 હજાર સાથે ધરપકડ કરી.આ ગેંગ અલગ અલગ બે ટુકડી બનાવી જુદી જુદી હોટેલમાં દિવસ દરમિયાન રોકાયને મોબાઈલ ની દુકાનની રેકી કરતી હતી. ત્યારબાદ રાત્રીના સમયે ટુકડીના બે શખ્સો મોબાઈલની દુકાન પાસે ચાદર ઓઢી સુઈ જતા હતા. ત્યારબાદ રાત્રી દરમિયાન લોકોની અવરજવર બંધ થતા દુકાનના શટર નીચે જેક લગાવી સળિયા વડે શટર ઉંચુ કરી મોબાઈલની ચોરી કરતા હતા. તેમજ ત્યારપછી ગેંગનો એક સભ્ય તમામ મોબાઈલ લઇ બિહાર જતો રહેતો હતો. ગેંગના સભ્યો બિહાર બોર્ડર પાર કરી ચોરેલ માલ નેપાળ જઈ વહેંચી દેતા હતા. જેથી આઈએમઈઆઈ નંબર પણ ટ્રેસ કરવો મુશ્કેલ બની જતો હતો.

રાજકોટ ડિસીપી સુબોધ ઓડેદરાએ જણાવ્યુ હતુ કે મોબાઈલ ચોર ટોળકીએ રાજકોટ માંથી 4.25 લાખના મોબાઈલની ચોરી, ભાવનગર માંથી 16 લાખના મોબાઈલની ચોરી, જ્યારે પોરબંદર માંથી 1.50 લાખના મોબાઈલની ચોરી કરી હતી. આ ઉપરાંત રાજસ્થાનના જયપુયર, દિલ્હી, આગ્રા અને ઉત્તરપ્રદેશના ગોરખપુર માંથી પણ મોબાઈલની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી હતી.

Next Story
Share it