રાજકોટ મોરબી હાઇવે પર કારની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીનીનું મોત
BY Connect Gujarat29 Dec 2016 10:12 AM GMT

X
Connect Gujarat29 Dec 2016 10:12 AM GMT
રાજકોટ મોરબી હાઇવે પર એક્ટિવા લઈને પસાર થતી એક વિદ્યાર્થીનીને I20 કારણ ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વિદ્યાર્થીનીનું કરુણ મોત નીપજ્યુ હતુ.
રાજકોટ મોરબી હાઇવે પર આવેલ કાગદડી ગામ પાસે એક્ટિવા પર જઇ રહેલી વિદ્યાર્થીની ને I20 કારે અડફેટે લીધી હતી. જેમાં એક્ટિવા સવાર વિદ્યાર્થિનીનુ ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ.
પોલીસે વિદ્યાર્થીનીના બેગની તપાસ કરતા તેણીનું નામ દિવ્યા હોવાનુ ખુલ્યુ હતુ. I20 કારનો ચાલક અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હતો. જો કે કારની સ્પીડ એટલી વધુ હતુ કે કાર પણ પલ્ટી મારી ગઈ હતી. પોલીસે કારના નંબરને આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
Next Story