/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-172.jpg)
રાજકોટ શહેરના નવા ૧૫૦ ફૂટ રોડ પર આવેલા મારૂતિ શો રૂમ પાછળ આવાસ યોજનાના ક્વાર્ટરમાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી છે.
શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા એએસઆઇ ખુશ્બુબેન રાજેશભાઇ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાએ આવાસ યોજનાના ક્વાર્ટરમાં કોઇ કારણોસર આપઘાત કરી લીધો છે. રવિરાજસિંહ મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા અને ખુશ્બુબેન ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસ યોજનાના રૂમ નં. ૪૦૨માં રહેતા હતા.તેમના આપઘાત પાછળ ક્યું કારણ જવાબદાર છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ ડીસીપી, જેસીપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પોહચી તાપસ હાથ ધરી છે. જ્યારે સમગ્ર ઘટના મામલે હાલ પોલીસે કોન્સ્ટેબલ અને ASI એ ગોળી માળી આપઘાત કર્યો હોવાની પોલીસને શંકા છે.