Connect Gujarat
ગુજરાત

રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવારે જિલ્લા પંચાયતના સદસ્યને આપી ધમકી, CMએ સેવ્યુ મૌન

રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવારે જિલ્લા પંચાયતના સદસ્યને આપી ધમકી, CMએ સેવ્યુ મૌન
X

  • જો 75 ટકાથી ઉપર મત ન મળે તો મંડળી બંધ કરાવવાની પણ ધમકી આપી
  • મોહન કુંડારીયાએ ઓડિયો ક્લિપ ખોટી હોવાનુ જણાવ્યું
  • નાનુભાઈ ડોડિયાએ ઓડિયો ક્લિપ સાચી હોવાનુ અને પોતાની પાસે પુરતા પુરાવા હોવાનુ જણાવ્યું

રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય નાનુભાઈ ડોડીયાને ધમકી આપતી ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે.

વાઈરલ થયેલ ઓડિયો ક્લિપમા મોહન કુંડારીયા નાનુભાઈ ડોડિયાને ધમકી આપે છે કે તમારા ગામમાંથી 75 ટકા મત મળવા જ જોઈએ. તેમજ જો 75ટકાથી ઉપર મત ન મળે તો મંડળી બંધ કરાવવાની પણ ધમકી આપ્યા રહ્યા છે. તેની સામે નાનુભાઈ ડોડીયા મત આપવા બાબતે ધમકી ન આપવાની વાત કરે છે. તો બિજી તરફ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા મોહન કુંડારીયાએ ઓડિયો ક્લિપ ખોટી હોવાનુ જણાવ્યું હતું.

જે વાત પર પ્રતિક્રિયા આપતા નાનુભાઈ ડોડિયાએ ઓડિયો ક્લિપ સાચી હોવાનુ અને પોતાની પાસે પુરતા પુરાવા હોવાનુ જણાવ્યું છે. તો આ મુદ્દે રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમેદવારે જણાવ્યું હતું કે આ લોકશાહી નહી પરંતુ ભાજપની દાદાશાહી છે. જ્યારે આ મુદ્દે કનેકટ ગુજરાતે રાજ્યમા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પુછયું તો તેમણે આ અંગે મૌન સેવી ચાલતી પકડી હતી.

Next Story