રાજકોટ શહેર અને જિલ્લામાં અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી, જુઓ આકાશી નજારો

New Update
રાજકોટ શહેર અને જિલ્લામાં અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી, જુઓ આકાશી નજારો

રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજા મહેરબાન બન્યા હોઈ તે રીતે વરસાદ વરસયો છે. રાજકોટ શહેરમાં માત્ર 30 કલાકમાં 17 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો સાથે જ તમામ અંડરબ્રિજ અને ગરનાળા બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.

તો બીજી તરફ રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં પણ મેઘરાજા મન મુકીને વરસયા હતા. પડધરી, જસદણ, વીંછીયા, ગોંડલ, ધોરાજી, જેતપુર અને ઉપલેટમાં મેઘ મલ્હાર જોવા મળી હતી. ત્યારે રાજકોટ શહેરના આજી 1 ડેમ ને બાદ કરતાં તમામ ડેમ ઓવરફ્લો થયા હતા. ત્યારે ન્યારી 2 ડેમના આકાશી દ્રશ્યો જોઈ સૌ કોઈ આંનદ ની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી તરફ પડધરી તાલુકામાં 20 ગામોને જોડતા કોઝવે પણ પાર પાણી ભરવાની ઘટના સામે આવી હતી.